ગુજરાતના આ ગામે વીજળીનો તાર જમીન પર પડતા 12 જેટલી અબોલ ભેસોનું થયું મૃત્યુ, જાણો વધુ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પણ તેની અસર હજુ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણી જગ્યાઓ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષ પડવાના બનાવો પણ બન્યા હતા.

હમણાં થોડા દિવસ પહેલા એક રીક્ષામાં બેસેલી મહિલાનું ભારે પવન ના કારણે ઝાડ પડવાથી મૃત્યુ થયું હતું. આ તમામ કુદરતી આફતોમાં કોઈ ને કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બનતી જ જશે. બીજી તરફ વાયુની અસરથી પડેલા વરસાદ અને ફૂંકાયેલા પવનના કારણે કેટલીક જગ્યાઓ પર વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા. તો કેટલાક પોલ નમી ગયા હતા. જેના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં વીજળી ડૂલ થવાના કોલ વીજ કંપનીને મળ્યા હતા. ત્યારે વિરમગામ નજીક આવેલા એક ગામમાં ચરી રહેલી ભેંસો પર વીજળીનો તાર તૂટીને પડવાના કારણે 12 ભેંસના મોત નિપજ્યા હતા.

વિરમગામ તાલુકાના છેવાડાના કાયલા ગામે ખેગાભાઈ કાલીયા નિત્યક્રમ પ્રમાણે રવિવારે સવારે પોતાની ભેંસોને ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. ભેંસ જે સમયે ખેતરમાં ચરતી હતી, તે સમયે અચાનક વીજળીનો તાર તૂટીને ભેંસો પર પડ્યો હતો. વીજળીના કરંટના કારણે 12 ભેંસના મોત નીપજ્યા હતા. પોતાની તમામ ભેંસોના મોત થતા પશુપાલક ખેગાભાઈ કાલીયાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉનાના નવાબંદર ગામમાં PGVCL દ્વારા વીજ પોલ પર ઊભા કરવામાં આવેલા ટ્રાન્સફોર્મરનો નીચેનો ભાગ ખુલ્લો હોવાના એક ગાયનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વીજ કંપનીઓ દ્વારા પૂરતી સુરક્ષા રાખવામાં ન આવતા તેમજ ખુલ્લાં ટ્રાન્સફોર્મર અને નમી ગયેલા વીજ પોલનાં તાર તૂટવાના કારણે અબોલ પશુઓ તેનો ભોગ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *