Congress Bank Account Freeze: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.અડધા કલાકમાં ત્રણેય નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં બેંક ખાતાં ફ્રીઝ(Congress Bank Account Freeze) કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રણેય નેતાઓએ કહ્યું કે અમારાં ખાતાં ફ્રીઝ કરીને મુક્ત નિષ્પક્ષ ચૂંટણીની વાત કેવી રીતે થઈ શકે.
‘કોંગ્રેસ પાસે 2 રૂપિયા પણ નથી’
ખડગેએ કહ્યું- લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. લોકશાહી માટે એ મહત્ત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને તમામ રાજકીય પક્ષોને સમાન તકો મળે. ED, IT અને અન્ય સ્વતંત્ર સંસ્થાઓ પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ નહીં. ઈલેક્ટોરલ બોન્ડને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં જે હકીકતો સામે આવી છે તેનાથી દેશની ઈમેજને ઠેસ પહોંચી છે. ત્યારે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં લોકતંત્ર નથી. દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાની વાતો ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ પાસે 2 રૂપિયા પણ નથી કે તે નેતાઓની મદદ કરી શકે. અહીં સુધી કે ટિકિટ ખરીદવાના પણ પૈસા નથી.
ખડગેએ કહ્યું- ભાજપે ચૂંટણી દાન યોજના હેઠળ પોતાનાં બેંક ખાતાઓમાં હજારો કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યા છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી (કોંગ્રેસ)નું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેથી અમે પૈસાના અભાવે સમાન ધોરણે ચૂંટણી લડી શકતા નથી. શાસક પક્ષ દ્વારા રમાતી આ ખતરનાક રમત છે.
ભાજપ ક્યારેય કોઇ ટેક્સ આપતું નથી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપે ચૂંટણી બોન્ડથી 56 ટકા મેળવ્યા, કોંગ્રેસને માત્ર 11 ટકા બોન્ડ મળ્યા છે. અમારા ખાતા ફ્રીઝ કરી દીધા છે.ખાતા ફ્રીઝ કરવા સત્તાધારીનો ખતરનાક ખેલ છે. ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે- તેમની દરેક જગ્યાએ ફાઇવ સ્ટાર ઓફિસ છે. કોઇ આટલા રૂપિયા કોઇ કેવી રીતે ભેગા કરી શકે છે. કોઇ રાજકીય પક્ષ ઇન્કમટેક્સના દાયરામાં નથી. ભાજપ ક્યારેય કોઇ ટેક્સ આપતું નથી.
શાસક પક્ષ ખતરનાક ગેમ રમી રહ્યો છે
ખડગેએ કહ્યું કે ચૂંટણી ડોનેશન બોન્ડ જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તે અંતર્ગત વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે. જ્યારે બીજી તરફ મુખ્ય વિપક્ષ પાર્ટીનું બેંક એકાઉન્ટ ષડ્યંત્રપૂર્વક ફ્રીઝ કરવામાં આવ્યું છે જેથી પૈસાના અભાવે અમે બરાબર રીતે ચૂંટણી લડી શકીએ નહીં. આ શાસક પક્ષની એક ખતરનાક રમત છે, તેની અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે.
#WATCH | Congress president Mallikarjun Kharge says, “Supreme Court called Electoral Bonds illegal and unconstitutional. Under that scheme, the present ruling party filled its accounts with thousands and crores of Rupees. On the other hand, under a conspiracy, the bank account of… pic.twitter.com/qMzeHsvUHT
— ANI (@ANI) March 21, 2024
‘કોંગ્રેસને લકવાગ્રસ્ત કરવાનો પ્રયાસ’-સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસને લકવાગ્રસ્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ લોકશાહી પર હુમલો છે. જો કોંગ્રેસ કોઈપણ રીતે ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરી શકતી નથી તો પછી ચૂંટણી શેના વિશે છે? છેલ્લા એક મહિનાથી અમે અમારા રૂ. 285 કરોડ વાપરી શકતા નથી. જો અમે કોઈ કામ ન કરી શકીએ તો લોકશાહી કેવી રીતે જીવંત રહેશે?
ITએ 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસનાં બેંક ખાતાં ફ્રીઝ કર્યાં હતાં
ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે 16 ફેબ્રુઆરીએ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસનાં બેંક ખાતા ફ્રીઝ કરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. એક કલાક પહેલાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીનાં બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજય માકને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ઈન્કમટેક્સે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી 210 કરોડ રૂપિયાની વસૂલાતની માંગ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App