RBIએ કરી મહત્વની જાહેરાત: રિઝર્વ બેન્કે રજા કરી રદ્દ, રવિવારે દેશભરમાં ખુલી રહેશે બેન્ક, જાણો કારણ…

Banks On 31st March: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક મોટો નિર્ણય લીધો છે. રવિવારે (31 માર્ચ) પણ બેંક ખુલી રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્વિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચ, 2024ના(Banks On 31st March) રોજ રવિવાર હોવા છતા તમામ બેંકો ખુલી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે.

આરબીઆઈએ કહ્યું કે, ’31 માર્ચે નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે. એટલા માટે તમામ બેંક ખુલ્લી રહેશે. તમામ બેંકોને મોકલાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, નાણાકીય વર્ષ એક પૂર્ણ થવા સુધીના ટ્રાન્જેક્શન તે વર્ષે દાખલ થવા જોઈએ, એટલા માટે તમામ બેંકોને કામ કરવા માટે કહેવાયું છે. તમામ બેંક 31 માર્ચ, રવિવારે પોતાના નિયમિત સમયથી ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંક ખુલ્લી રહેશે. જોકે, સ્ટોક માર્કેટ બંધ રહેશે.’

તમામ આવકવેરા કચેરીઓ ખુલ્લી રહેશે
અગાઉ આવકવેરા વિભાગે તેની તમામ ઓફિસો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો. વિભાગે ગુડ ફ્રાઈડે સહિત શનિવાર અને રવિવારની રજાઓ પણ રદ કરી હતી. આવકવેરા વિભાગે ગુડ ફ્રાઈડેના કારણે આ મહિને આવતા લાંબા વીકએન્ડને રદ કરી દીધા હતા. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30મી માર્ચે શનિવાર છે અને 31મી માર્ચે ફરી રવિવાર છે. તેથી જ 3 દિવસની લાંબી રજા હતી. જેના કારણે નાણાકીય વર્ષના અંતે વિભાગના અનેક કામો અટવાઈ જશે. નાણાકીય વર્ષ 2023-24 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. આ કારણોસર, આવકવેરા વિભાગે કહ્યું છે કે દેશભરમાં IT કચેરીઓ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.

લાંબા વીકએન્ડની કોઈ અસર નહીં થાય
માર્ચના છેલ્લા સપ્તાહમાં લાંબો વીકએન્ડ છે. પરંતુ તમને જણાવી દઈએ કે રજા હોવા છતાં આવકવેરા કચેરીઓ અને આવકવેરા સેવા કેન્દ્રો ખુલ્લા રહેશે. આ એટલા માટે છે કે લોકો કોઈપણ વિલંબ વિના સરળતાથી તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ વખતે 29 માર્ચ 2024ના રોજ ગુડ ફ્રાઈડે છે. 30 માર્ચે શનિવાર છે અને 31 માર્ચે રવિવાર છે. બીજી તરફ, 31 માર્ચ, 2024 ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ છે, જેના કારણે આવકવેરા વિભાગે લોંગ વીકએન્ડ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.