લોકડાઉનમાં ATMમાંથી નથી કાઢી શકતા પૈસા? તો બેંક આપી રહી છે આ સુવિધા: જાણી લો કામ આવશે

દેશભરમાં આ વાયરસના કારણે 21 દિવસનું LOCKDOWN એલાન કરવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે તમે આ દરમિયાન ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. જોકે…

દેશભરમાં આ વાયરસના કારણે 21 દિવસનું LOCKDOWN એલાન કરવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે તમે આ દરમિયાન ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. જોકે કેટલીક પરિસ્થિતિઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

તેમાંથી એક પરિસ્થિતિ છે એટીએમમાંથી રોકડ રકમ કાઢવાની. પરંતુ જો તમારા ઘરથી એટીએમ મશીન ખૂબ દૂર આવેલું છે તો તમારે મૂંઝાવાની જરૂર નથી. એવામાં અમે તમને એવી એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરબેઠા રોકડ મંગાવી શકો છો.

હકીકતમાં દેશના વધુમાં વધુ બેંક કેટલીક શરતો સાથે રોકડની હોમ ડિલિવરી કરે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તમારા બેન્ક ખાતામાં રકમ હોય. આ સુવિધા આપવામાં એસબીઆઇ સહિત પ્રાઇવેટ સેક્ટરના લગભગ તમામ મોટા બેંક સામેલ છે.

SBI ડોર સ્ટેપ ડિલિવરી અંતર્ગત ઘરે પૈસા મંગાવવા, પૈસા જમા કરાવવાની સુવિધા ગ્રાહકોને આપે છે. હાલમાં આ સુવિધા ફક્ત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો કે નોંધણી કરાવનાર ગ્રાહકો માટે છે. તેનું શુલ્ક સો રૂપિયા છે.

આ રીતે જ એચડીએફસી પણ ઘરે રોકડ રકમની સુવિધા પૂરી પાડે છે. તેની સીમા પાંચથી પચ્ચીસ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. એના માટે તમારે થોડો ચાર્જ પણ આપવો પડશે.

આઇસીઆઇસીઆઇ બેંકના ગ્રાહકોને રોકડની ડિલિવરી માટે bank@himeservice લોગીન કરવું પડશે અથવા કસ્ટમર કેર પર ફોન કરી આ સુવિધા સાથે જોડાઈ શકો છો.

આ રીતે જ એક્સિસ બેન્ક પણ ડોર સ્ટેપ કેસ ની સુવિધા આપે છે. વધારે જાણકારી માટે બેંકની વેબસાઇટ પર લોગઇન કરવાનું રહેશે.આ ઉપરાંત બેંકે ઘણી કંપનીઓ ઘરે બેઠા લોનની સુવિધા પણ આપે છે. તેના માટે એપ કે બેંકની વેબસાઇટ પર જઇ જાણકારી મેળવવાની રહેશે.

જો કે આરબીઆઇ તરફથી લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અપીલ કરવામાં આવી છે. કેસ થી પોરણા વાઈરસના ફેલાવાની આશંકા જતાવવામાં આવી રહી છે. એટલા માટે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *