CDS બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં માત્ર એક જ વ્યકિત બચ્યા- જાણો કોણ છે આ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુ(Tamil Nadu)ના નીલગીરી જિલ્લાના કુન્નૂર(Coonoor) વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન…

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુ(Tamil Nadu)ના નીલગીરી જિલ્લાના કુન્નૂર(Coonoor) વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત(CDS General Bipin Rawat)  અને તેમની પત્ની મધુલિકા રાવત(Madhulika Rawat) અને અન્ય 11 સૈનિકોને ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ(Group Captain Varun Singh) જ જીવિત છે.

ગ્રુપ કેપ્ટન વરુણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે:
ભારતીય વાયુસેના (IAF)ના સત્તાવાર નિવેદન અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા 14 લોકોમાંથી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી અને તેના કારણે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું શરીર ખરાબ રીતે દાઝી ગયું હતું. હવે તેની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા:
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ફ્લાઇટ દરમિયાન, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના તેજસ ફાઇટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી અને તેણે મિડ-એર ઇમરજન્સી હોવા છતાં તેનું ફાઇટર પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. આ સાહસિક કાર્ય માટે, તેમને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

વરુણ સિંહ યુપીના દેવરિયાના રહેવાસી છે.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. વરુણ સિંહ હાલમાં ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન તરીકે પોસ્ટેડ છે અને તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) ના ડાયરેક્ટીંગ સ્ટાફ છે. વરુણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત છે. જો કે હાલમાં તેનો પરિવાર મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *