રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh) જિલ્લામાંથી નવા વર્ષના દિવસે જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢ જિલ્લામાં નવા વર્ષની રાત્રે એક જીવલેણ માર્ગ અકસ્માત (Accident)માં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. પોલીસ અને રાહદારીઓ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને બિકાનેર રીફર કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. આજે સ્વજનો આવ્યા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મોડી રાત્રે હનુમાનગઢ જિલ્લાના પલ્લુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિસરાસર ગામમાં બની હતી. અહીં મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાહદારીઓની સૂચના પર પલ્લુ પોલીસ ત્યાં પહોંચી હતી. બાદમાં સ્થાનિક લોકોની મદદથી, પોલીસે ઘાયલોને પલ્લુ હોસ્પિટલ લઈ ગયા હતા.
ટ્રક ઇંટોથી ભરેલી હતી:
જ્યાં સારવાર દરમિયાન બેના મૃત્યુ નીપજ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ બીકાનેર રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ટ્રક પલટી મારી ગયો હતો અને તેનો ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. પલ્લુ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. કારમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા હતા.
પોલીસે રાહદારીઓની મદદથી તેમને બહાર કાઢ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બિસરાસર ગામના રહેવાસી હતા. તે મોડી રાત્રે પોતાની કારમાં પલ્લુથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેમની કાર ઈંટો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ટ્રક પલટી મારી જતાં ઇંટો રોડ પર વેરવિખેર થઇ ગઇ હતી.
નવા વર્ષે બિસરાસર ગામમાં છવાયો માતમ:
તે જ સમયે કાર પણ સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. અકસ્માત બાદ થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. નવા વર્ષની રાત્રે એક જ ગામના પાંચ લોકોના મોતને પગલે બિસરાસરમાં શોક પ્રસરી ગયો હતો. ગામમાં અકસ્માત વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયો હતો. જો કે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.