વાયરલ(Viral): અમેરિકા(America)ના બ્લેઈન પાસે હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં આગ ફાટી નીકળી હતી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક સફેદ કાર કાબુ ગુમાવી દે છે ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થાય છે. ઘટનાના CCTV ફૂટેજમાં જોઈ શકો છો કે બેકાબુ બનેલી કાર ટ્રક સાથે ધડામ કરતી અથડાય છે. અચાનક કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રક ચાલક હાઈવેની સાઈડમાં પટકાયો હતો. ત્યારબાદ ટ્રકમાં તરત જ આગ ફાટી નીકળે છે.
અહેવાલ મુજબ, હાઇવે પર લગભગ બે કલાક સુધી ટ્રાફિક બંધ રહ્યો હતો, જે દરમિયાન કાટમાળને હટાવી દેવામાં આવ્યો હતો. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, “એવું લાગે છે કે આગ લાગ્યા પછી ડ્રાઈવર ટ્રકમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.”
WCCO-TV, મિનેપોલિસ, મિનેસોટા, યુ.એસ. માટે લાઇસન્સ ધરાવતા ટેલિવિઝન સ્ટેશને અહેવાલ આપ્યો હતો કે, કારનો ડ્રાઈવર નશામાં હોવાની શંકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અકસ્માતમાં માત્ર બે ડ્રાઈવર સામેલ હતા અને બંનેને સારવાર આપવામાં આવી હતી. તપાસ અધિકારીઓનું માનવું છે કે કારનો ડ્રાઈવર “અશક્ત હતી ત્યારે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો” અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે.
રાહતના સમાચાર એ છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહોતી. ગમખ્વાર અકસ્માતને કારણે ટ્રકમાં ભડ ભડ કરતી વિકરાળ આગ ફાટી નીકળી હતી. ટ્રક બ્રીજ પરથી નીચે પડતો પડતો રહી જાય છે અને મોટી દુર્ઘટના ટળી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.