વિશ્વનું દુર્લભ તરબૂચ! એવી તો શું ખાસિયતો છે કે, લાખોમાં વેચાય છે આ તરબૂચ?

ઉનાળા (Summer)ની ઋતુ છે અને કેરી(mango) પછી જે ફળ સૌથી વધુ ખાવામાં આવે છે તે કદાચ તરબૂચ(Watermelon) છે. બાળકો હોય કે મોટા, દરેકને તરબૂચ ખાવાનું પસંદ હોય છે. લોકોને તેનો મીઠો સ્વાદ ખૂબ જ આકર્ષક લાગે છે. ઉનાળાની ઋતુની શરૂઆતમાં તરબૂચની કિંમત થોડી વધારે હોય છે, જયારે ઉનાળાની મધ્યમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

વિશ્વમાં તરબૂચની એક એવી જાતિ છે જે હંમેશા મોંઘી હોય છે અને તેને વિશ્વનું સૌથી મોંઘું તરબૂચ માનવામાં આવે છે. ડન્સુક પ્રજાતિના તરબૂચ જેને કાળું તરબૂચ પણ કહેવામાં આવે છે. આ તરબૂચ જાપાનના હોકાઈડો ટાપુના ઉત્તર ભાગમાં જ જોવા મળે છે. તેઓ એટલા દુર્લભ છે કે એક વર્ષમાં માત્ર 100 પીસ જ ઉગે છે. તેથી તે ફળ બજારમાં ભાગ્યે જ ઉપલબ્ધ છે.

 

View this post on Instagram

 

A post shared by Kuni-chan (@kunichan0210)

ભાવ જાણીને હોશ ઉડી જશે:
તમને જણાવી દઈએ કે આ તરબૂચ સામાન્ય તરબૂચની જેમ વેચાતું નથી. દર વર્ષે તેની હરાજી થાય છે અને મોટા બિડર્સ તેને ખરીદવા આવે છે, જેઓ તેની કિંમત હજારો અને લાખોમાં મૂકે છે. આ તરબૂચ વર્ષ 2019માં અત્યાર સુધીમાં સૌથી મોંઘા તરબૂચ રૂ 4.5 લાખમાં વેચાયું હતું. જો કે, કોરોના રોગચાળાને કારણે, છેલ્લા 2 વર્ષથી તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલો ઘટાડો હોવા છતાં હજુ પણ કાળું તરબૂચ વિશ્વનું સૌથી મોંઘું અને દુર્લભ તરબૂચ છે.

આ તરબૂચ અન્ય તરબૂચ કરતાં વધુ મીઠું હોય છે:
તેનો બાહ્ય દેખાવ તેજસ્વી અને કાળો છે. જ્યારે અંદરથી અન્ય તરબૂચની જેમ નહીં, પણ ક્રિસ્પી હોય છે. તે અન્ય તરબૂચ કરતાં મીઠા અને ઓછા બીજવાળું છે. કેટલાક પસંદગીના લોકો જેમણે તેનો સ્વાદ ચાખ્યો છે તે કહે છે કે તેનો સ્વાદ આમ તો તરબૂચ જેવો જ છે પરંતુ તેના કરતાં ઘણો સ્વાદિષ્ટ અને મીઠો છે. મળતી માહિતી મુજબ, આ તરબૂચના પ્રથમ પાકમાંથી જે ફળ નીકળે છે તે જ આટલું મોંઘું વેચાય છે. પછીના પાકમાંથી જે ફળ મળે છે તે 19 હજાર રૂપિયામાં મળી શકે છે, પરંતુ જો તેની ભારત સાથે સરખામણી કરવામાં આવે તો તે પણ ખૂબ મોંઘી કિંમત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *