કાળજું કંપાવી દે તેવો અકસ્માત: બાઇક અથડાતાં કાર સળગી ઊઠી, યુવક આગમાં ભડથું- જુઓ વિડીયો

સુરત(Surat): જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વાવ(Vav) ગામની સીમમાં ગુરૂવારના રોજ રાત્રે દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. CNG કારમાં રોંગ સાઈડથી આવતી મોટર સાઇકલ જોરદાર રીતે અથડાઈ હતી.…

સુરત(Surat): જિલ્લાના કામરેજ(Kamrej) તાલુકાના વાવ(Vav) ગામની સીમમાં ગુરૂવારના રોજ રાત્રે દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. CNG કારમાં રોંગ સાઈડથી આવતી મોટર સાઇકલ જોરદાર રીતે અથડાઈ હતી. જે ગોઝારા અકસ્માતમાં કાર ભડકે બળી ગઈ હતી. બાઈકચાલક યુવાન પણ આગની ચપેટમાં આવી ગયો હતો અને આગમાં બળીને ભડથું થઇ ગયો હતો. આ કમકમાટી ભર્યા અકસ્માતનો વિડીયો જોઇને કંપારી છૂટી જશે.

સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા શૈલેષ દિપકભાઈ મિસ્ત્રી કે જેઓની માતાને બારડોલીની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. માતાનું હોસ્પિટલમાં બિલ ભરવાનું હોવાને કારણે  શૈલેષ પોતાની CNG અલ્ટો કાર નંબર GJ-05-RB-6167 લઈ બારડોલી જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન વાવથી જોખા રોડ પર આવેલા ચાર રસ્તા પાસે તેઓની કાર સાથે અચાનક રોંગ સાઈડથી આવે રહેલી એક મોટર સાયકલ જોરદાર રીતે અથડાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના બે યુવાન મોટર સાયકલ નંબર GJ-05-ME-0105 પર સવાર થઈ આવી રહ્યાં હતા. સુરતના રમેશ ગુલાબભાઈ મિસ્ત્રી અને વિષ્ણુ શેટ્ટી બન્ને યુવાનો મોટરસાયકલ લઈ કાર સાથે અથડાયા હતા. અકસ્માતમાં રમેશ મિસ્ત્રી કારના આગળના ભાગે પડી ગયો હતો અને સાગર વિષ્ણુ શેટ્ટી રોડની સાઈડ પર ફંગોળાય ગયો હતો.

દર્દનાક અકસ્માતમાં અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી. જે આગની જપેટમાં કારની આગળના ભાગે પડેલો યુવાન આગમાં જ જીવતો બળીને ભડથું થઈ ગયો હતો. તો અન્ય યુવાનને ગંભીર ઈજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *