નવસારી મોરારીદાસની કથા બાદ ₹275 ની ખુરશી પ્રસાદના નામે ₹350 માં બટકાવી

નવસારી(Navsari): હાલમાં શહેરમાં રામકથાની પૂર્ણાહુતિ થઈ ચુકી છે, રામકથા દરમ્યાન મંડપમાં મુકવામાં આવેલી હજારો ખુરશીઓ પર બિરાજમાન થઈ શ્રોતાઓએ રામકથા માણી હતી, કથા પૂરી થયા…

નવસારી(Navsari): હાલમાં શહેરમાં રામકથાની પૂર્ણાહુતિ થઈ ચુકી છે, રામકથા દરમ્યાન મંડપમાં મુકવામાં આવેલી હજારો ખુરશીઓ પર બિરાજમાન થઈ શ્રોતાઓએ રામકથા માણી હતી, કથા પૂરી થયા બાદ આ ખુરશીઓ 350 ના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ખુરશીઓ રામકથાની સાક્ષી હોવાથી તેનું વેચાણ અંતિમ દિવસે મંડપ આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તમામ ખુરશીઓ વેચાણ થયા બાદ પણ અનેક લોકોને આ ખુરશી લેવા માટે મંડપમાં આવી રહ્યા હતા. જેથી આ તકનો ફાયદો ઉઠાવીને વેપારીએ મૂળ કિંમત275 ની ખુરશી 350 ના ભાવે તેને શહેરના ભોળા લોકોને વેચી હતી વેપારીએ 5000 જેટલી નવી ખુરશી મંગાવી હતી અને માત્ર આટલું જ નહિ આ વેપારીએ નવસારીમાં પોતાની 2000 ખુરશીઓ ચોરાયાનો પણ આક્ષેપ કર્યો હતો.

જે ખુરશી પર બેસીને નવસારી શહેરના લોકોએ રામકથા સાંભળી હતી તેની સાથે લાગણી જોડાઈ હતી. જેથી રામકથાના મંડપના આયોજકો આ ખુરશીઓને શહેરીજનોમાં 350 રૂપિયાના દરે વેચવાનો શરૂઆત કરી હતી અને લોકોએ પણ ઉત્સાહથી આ ખુરશીઓ ખરીદી હતી આ ખુરશીઓની લોકપ્રિયતા જોઈ કોઈક ઠગ વેપારીએ 5,000 ખુરશી રામકથાના નામે વેચી કાઢી અને બીજી 5,000 વેચવા માટે ઓર્ડર પણ કરી દીધો હતો.

નવસારીના વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત સુખડિયાને ફરિયાદ કરતા તેઓએ લુંસીકુઈ ગ્રાઉન્ડ પર જઈને ભરતભાઈ સુખડિયા દ્વારા તપાસ કરતા તે ખુરશીઓ GST વગર બારોબાર વેચાણ થતી હોવાનો ખુલાસો થયો હતો.જે વેપારી નવસારી શહેરમાં રામકથાના નામે ખુરશીઓ વેચવા આવ્યો હતો તે ખુરશીની અસલ કિંમત 275 રૂપિયા છે તેને 350 રૂપિયાના દરે રામકથાના નામે વેચતા વેપારીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે રંગે હાથ ઝડપી પાડી સવાલ જવાબ કરતા તે ગેંગે ફેફે થયો હતો અને અંતે ભાગી જવાનો વારો આવ્યો હતો.

શહેરના લોકો ધાર્મિકતાના નામે લાગણીશીલ બનીને રામકથા ની તમામ ખુરશીઓ વેચાણથી લીધી હતી ત્યારબાદ આ વેપારીને લોકોની ડિમાન્ડનો લાભ ઉઠાવી પહેલા તબક્કામાં 5,000 વેચી કાઢ્યા બાદ બીજા તબક્કામાં અન્ય 5000 વેચવા આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *