મોડીરાત્રે હાઇવે પર કારમાં લાગી ગઈ આગ, 35 વર્ષીય ડૉક્ટર જીવતા ભડથું

ભારત દેશની રાજધાની દિલ્હીની નજીક આવેલાં ગુરુગ્રામમાં મંગળવારની મોડી રાત્રે એક દર્દનાક દુર્ઘટનામાં એક ડૉક્ટરનું કરૂણ મૃત્યુ થયું છે. મૂળ ગુરુગ્રામ – સોહનાં ઉપર ઊભેલી એક કારમાં અચાનક જ આગ લાગી ગઈ. જેનાં લીધે કારમાં સવારી કરનાર 35 વર્ષનો ડૉક્ટર કંવરપાલ ઉર્ફે સોનૂનું કરૂણ મૃત્યુ થઈ ગયું. પણ કારમાં આગ અચાનક જ લાગી છે કે, કોઈએ ડૉક્ટરની હત્યા કરવાના ઈરાદે કારને આગ ચાંપી દીધી તે બાબત અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સિલેરિયો કારમાં મંગળવારની મોડી રાત્રીનાં સમયે આગ લાગી ગઈ હતી તેમજ મામલાનો ખુલાસો બુધવારનાં રોજ સવારનાં સમયે ત્યારે થયો જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલાં લોકોએ તેનાં અંગે પોલીસને જાણ કરી. 35 વર્ષનાં કંવરપાલ ઉર્ફે સોનૂ ભોંડસી પોલીસ સ્ટેશનની હદનાં ઘામડોઝમાં રહેતા હતા. મૃત ડૉક્ટરનાં પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ડૉક્ટર કંવરપાલ ઉર્ફે સોનૂ સોહનાં વિસ્તારમાં પોતાની પ્રાઇવેટ હૉસ્પિટલ ચલાવી રહ્યા હતા. ગુરુગ્રામ પોલીસએ મૃત ડૉક્ટરનાં શબને કબજામાં લઈને મામલાની તપાસ ચાલુ કરી છે. પોલીસ કારમાં આગ લાગવાનાં કારણો અંગે માહિતી એકઠી કરવામાં લાગી છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર, સોનૂ મંગળવારની મોડી રાત્રીનાં સમયે હૉસ્પિટલથી ઘરે જવા માટે રવાના થયા હતા. તેમની મારૂતિ સેલેરિયોમાં CNG કીટ લાગેલી હતી તેમજ કારમાં રાતે આશરે અઢી વાગ્યે આગ લાગી હતી. બીજી બાજુ, યુવા ડૉક્ટરનાં પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હોવાનાં લીધે પોલીસ તે દિશામાં પણ તપાસ ચાલુ કરી રહી છે.

પરિવારજનોનું કહેવું છે કે, કાર રસ્તાની સાઈડમાં પાર્ક હતી. તેથી સ્પષ્ટ થાય છે કે, કોઈએ સોનૂની હત્યા કરી હશે તેમજ પુરાવાઓનો નાશ કરવા તેમજ તપાસને આડે રસ્તે લઈ જવા માટે કારને સળગાવી દીધી હશે. આ બાબતે પોલીસ જણાવે છે કે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. બનાવ સ્થળેથી ફોરેન્સિકની ટીમે પુરાવાઓ એકઠા કર્યા છે. આજુબાજુનાં CCTV ફુટેજનાં આધારે પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *