લાખો લોકોના દિલ પર રાજ કરનાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ને મળી ગઈ નવી ‘દયા ભાભી’ -જુઓ વિડીયો 

TV સીરીયલના જગતમાં ઘરે-ઘરે જોવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. આ TV શો છેલ્લા 12 વર્ષથી લોકો પર તેમજ TV પર રાજ…

TV સીરીયલના જગતમાં ઘરે-ઘરે જોવામાં આવતો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. આ TV શો છેલ્લા 12 વર્ષથી લોકો પર તેમજ TV પર રાજ કરી રહ્યો છે. ઘણાં લોકો તો આ શો ને ‘મિની હિન્દુસ્તાન’ તરીકે પણ ઓળખાવે છે. ત્યારે હાલમાં આ શોને લઈ એક અગત્યનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

અંદાજે 3 વર્ષથી શોની લીડ એક્ટ્રેસ એટલે કે જેઠાલાલની પત્ની, દયા બેનની આ શો માંથી બહાર જતા ખુબ મોટી ખોટ વર્તાઈ રહી છે. દયા બેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી માતા બન્યા પછીથી આ શોમાં પાછી ફરી નથી પણ હવે જેઠાલાલને એની નવી ‘દયા’ મળી ગઈ છે.

આટલું જ નહીં પણ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ નવી દયાબેનને એના શોમાં લાવવા માટેની વાત કરી છે. ખરેખર આ બધું રિયાલિટી ડાન્સ શો ‘India’s Best Dancer’ ના સેટ પર થવા જઇ રહ્યું છે કે, જ્યાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની આખી ટીમ વીકએન્ડ પર જોવા મળશે.

આવી પરિસ્થિતિમાં શોના કોરિયોગ્રાફર રુતુજા જુનારકર (Rutuja Junnarkar) ‘દયા બેન’ ની સ્ટાઇલમાં શોમાં ડાન્સ કરતી જોવા મળશે. આટલું જ નહીં પણ રુતુજાને આ દયા બેનનાં અવતારમાં જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીને ‘ટપ્પુ કે પાપા’ તરીકે બોલાવતા પણ જોવા મળશે. ‘ઇન્ડિયા બેસ્ટ ડાન્સર’ તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો નો આ મહાસંગ્રામ શનિવારે અને રવિવારે રાત્રે 8 વાગ્યે જોવા મળશે.

 

View this post on Instagram

 

Daya bhabhi bann kar jab #RutujaTheBest ne lagayi ‘Ae Haalo’ ki pukaar, jhoom uthe Tappu ke papa aur #TaarakMehtaKaOoltahChashmah ka pura parivaar! Tune in to #IBDxTMKOC special, this Sat-Sun at 8 pm, on Sony TV. #IndiasBestDancer @rutuja.junnarkar @ashish_patil2501_official @terence_here @geeta_kapurofficial @malaikaaroraofficial @bharti.laughterqueen @haarshlimbachiyaa30 @maakasamdilipjoshi @mmoonstar @realmandarchandwadkar @amitbhattmkoc @lodha_shailesh @jsonalika @tan_mahashabde @shyampathakpopu @jennifer_mistry_bansiwal @sunayanaf @raj_anadkat @samayshah_5 @ballusuri @palaksidhwani @mayur_vakani @nirmalsoni1 @hasmukhi @priyaahujarajda @iamazharshaikh @kushahh_ @officialsharadsankla19 @tanmayvekaria @jatin.bajaj @officialasitkumarrmodi @tarrakmehtakaooltachashma @taarakmehtakaooltahchashmahnfp

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *