ગુજરાત(Gujarat): હાલમાં જ એક રાજપીપળા(Rajpipla)થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો રાજપીપળા નજીક વડિયા(Vadiya) ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગિતા અને 3 વર્ષીય પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતા હતા. જણાવી દઈએ કે, યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.
ગઈ કાલે રાત્રીના હોટેલમાં જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રીજ પાર રસ્તો ખુબ ખરાબ હાલતમાં હોવાને કારણે કાર ચલાવી રહેલા સંદીપે ખાડાને તારવવા જતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને બ્રીજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી ગઈ હતી અને જેને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, આ ગોઝારા અકસ્માતમાં ગાડીમાં બેઠેલા એક જ પરિવારના ત્રણેય સભ્યોના દર્દનાક મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા નેત્રંગ પોલીસ અને સ્થાનિકો દોડી આવતા પાણીમાં ગરકાવ કાર બહાર કાઢવામાં આવ્યા હતા અને સાથે ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતાં.
આખું ગામ ચઢ્યું હીબકે:
સમગ્ર ઘટના અંગેની જાણ રાજપીપળામાં થતા પરિવારના સભ્યો નેત્રંગ ખાતે પહોંચી ગયા હતા અને નાના દીકરાનો પરિવાર વિખરાઈ જતા વડિયા ગામ આખું હીબકે ચઢ્યું હતું. જયારે સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલ દેવનારાયણ સોસાયટીમાંથી એક સાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોને લાવવામાં આવતા એક સાથે ત્રણેયના મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં જોડાવા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણ ખાતે ઉમટી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.