રાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota) શહેરના કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. કોટા ચિત્તોડ હાઈવે(Kota Chittor Highway) પર ગુજરાત નંબરની એક સ્પીડમાં કાર રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. કારની આગળની સીટ પર બેઠેલો યુવક અંદર ફસાઈ ગયો હતો. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી 2 કલાકની જહેમત બાદ કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તે મૃત્યુ પામ્યો હતો. પોલીસે મૃતદેહને MBS મોર્ચરીમાં ખસેડ્યો હતો. જ્યારે ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃતક રવિન્દ્ર (25) યુપીનો રહેવાસી હતો.
કુન્હાડી પોલીસ સ્ટેશનના એએસઆઈ લતીફે જણાવ્યું કે, આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. કારમાં 3 મહિલા, 3 પુરૂષ અને 3 બાળકો હતા. કાર સવારો ભીલવાડાથી કોટા તરફ આવી રહ્યા હતા. ક્ષતિગ્રસ્ત ટ્રક ખાદીપુર પાસેના ઢાબા પર ઉભી હતી. ટાયર ફાટતાં ડ્રાઇવરે તેને સાઇડમાં ઉભી રાખી હતી. સંભવત: સવારે ધુમ્મસના કારણે કાર સવાર પાર્ક કરેલી ટ્રકની પાછળ અથડાઈ હતી.
કારની આગળની સીટ પર બેઠેલા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મહિલાઓ અને બાળકોને પણ ઈજા પહોંચી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ઇજાગ્રસ્તોના નિવેદન બાદ જ કારણો જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.