દેશની રાજધાની દિલ્હીમાં એક પોલીસ કર્મચારીએ વૃદ્ધ મહિલાને કાર વડે ટક્કર મારી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શુક્રવારે સાંજે દિલ્હીના ચિલ્લા ગામ નજીક માર્ગ અકસ્માત થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. દારૂના નશામાં પોલીસકર્મી સબ ઈન્સ્પેક્ટરએ પહેલા મહિલાને તેની કાર સાથે અથડાવી અને ત્યારબાદ નિર્દયતાથી તેને કચડી નાખી અને આગળ નીકળી ગયો.
તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ સબ ઈન્સ્પેક્ટર તરીકે થઈ છે અને તે બનાવ દરમિયાન તે સંપૂર્ણ નશોમાં હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ હ્રદયસ્પર્શી વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આરોપીએ સફેદ રંગની કાર દ્વારા પહેલા મહિલાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તે થોડે દૂર રસ્તા પર પડી હતી. આ જોઈને નજીકના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને ઉભો રાખવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવર સ્થળ પરથી ભાગી છૂટવાના પ્રયાસમાં મહિલાને કારને કારની નીચે કચડી નાખી હતી.
આ કેસની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 279, 337 હેઠળ આરોપી સબ ઈન્સ્પેક્ટર યોગેન્દ્ર (56) ની ધરપકડ કરી ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સબ ઈન્સ્પેક્ટર દિલ્હી પોલીસના પીસીઆર યુનિટમાં પોસ્ટ કરે છે.
#WATCH Delhi: A car ran over a woman near Chilla Village in Delhi yesterday. Police say, “The accused is a Sub-Inspector; he was under the influence of alcohol at the time of incident. He has been arrested. Injured is undergoing treatment at hospital.” pic.twitter.com/SfJdGQ7pHa
— ANI (@ANI) July 4, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news