ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક કાળજું ધ્રુજી ઉઠે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો નવસારી(Navsari)થી સુરત(Surat) જતા નેશનલ હાઇવે પાસે અકસ્માતની વણથંભી વણઝાર ક્યારે થંભશે એ તો હવે ઉપરવાળો જ જાણી શકે. ત્યારે ફરી એકવાર મુંબઈથી સુરત તરફ કારમાં જઈ રહેલા બે યુવકોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ચાલુ કારનું ટાયર ફાટવાને કારણે તે ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી કારણે આગળના ભાગે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સાથે જ કારમાં સવાર બે પૈકી એકને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, હાજર સ્થાનિક અને અન્ય લોકો દ્વારા કારમાં સવાર યુવાનોને બાહર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગોઝારા અકસ્માતને કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કારને રોડથી સાઈડમાં કરીને ટ્રાફિક જામ હળવું કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીના ધોળાપીપળા વેસ્મા હાઇવે ઉપર ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.
ટ્રાફિંગ સેન્સનો અભાવ અને સેફ્ટી વિના વાહન ચલાવતા મોટાભાગના વાહન ચાલકોને આ ગમખ્વાર અકસ્માત નડી રહ્યા છે. તો સાથે જ ઓવર સ્પીડ કાર હાંકવાને કારણે પણ અકસ્માત વધ્યા હોવાનું પોલીસ ચોપડે જોવા મળ્યું છે. આજના થયેલા અકસ્માતમાં સદ્નસીબે કોઈ મોટી જાનહાની ન નોંધાતા બંને યુવાનોને સારવાર આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.