ગોંડલ(ગુજરાત): અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ(Driving) સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માત(Accident)ના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શહેરમાં બેફામ કારચાલકની બેદરકારી સામે આવી છે. જ્યાં ગોંડલ(Gondal)ના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ(Vikramsinhji Complex Road) પર બેફામ કારચાલકે 4 સેકન્ડમાં 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.
આ ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજતા અરેરાટી છવાઈ ગઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારના ભાગે પૂરપાટ ઝડપે આવતી એન્ડેવર કારે 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘૂસી હતી. જ્યાં ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર ચડી જતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ બનાવ બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત, અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.