અરે બાપરે! રસ્તા પર દોડતી ગાય ધડામ દઈને સામેથી આવતી કાર પર કુદી પડી – જુઓ કાળજું કંપાવી દેતો LIVE વિડીયો

વડોદરા(ગુજરાત): આજકાલ અનેક શહેરોમાંથી રખડતા ઢોરોનો આતંક સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara) શહેરમાં રખડતાં ઢોરનો આતંક રોજેરોજ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે.…

વડોદરા(ગુજરાત): આજકાલ અનેક શહેરોમાંથી રખડતા ઢોરોનો આતંક સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara) શહેરમાં રખડતાં ઢોરનો આતંક રોજેરોજ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા તંત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે, ત્યારે વડાપ્રધાન મોદી(Prime Minister Modi)ના સભા સ્થળથી માંડ એક કિ.મી. દૂર વાઘોડિયા રોડ(Waghodia Road) પર અચાનક રોડ પર દોડી આવેલી ગાય કાર સાથે અથડાઈ હતી.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ અકસ્માતના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બેફામ દોડી આવેલી ગાય ભટકાતાં કારનો આગળનો ભાગ ભુક્કો થઇ ગયો હતો અને એમાં બેઠેલા બે લોકોને ઇજા પણ થઈ હતી. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીની સભા જ્યાં છે એ લેપ્રસી મેદાનથી માંડ એક કિ.મી. દૂર વાઘોડિયા રોડના પ્રભુનગરથી વર્ષા સોસાયટી જવાના માર્ગ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીના ટીપી રોડ પર આ ઘટના બનવા પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ગાય એટલી જોરથી ભટકાઈ હતી કે, કારનું બોનેટ તૂટી ગયું હતું અને આગળના બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલી ગયા હતા. બુધવારે બપોરે થયેલા ધડાકાભેર અકસ્માતથી રહીશો પણ બહાર દોડી આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, કારચાલક અને સાથીને ઈજા થતાં થોડી વાર બાદ તેઓ કારની બહાર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનામાં રખડતાં ઢોરની અડફેટે 10થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરના માર્ગો પર રખડતા ઢોરોના ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 15 દિવસ પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરામાં રખડતા ઢોરના મુદ્દે મેયર કેયુર રોકડિયાએ ફરી એકવાર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરી એકવાર વેગ પકડશે. જોકે, રખડતા પ્રાણીઓ દ્વારા હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *