પોર્ટેબલ ફ્રિજ: ઉનાળા (Summer)ની શરુવાતથી જ ભયંકર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઠંડુ પાણી(Cold water) અથવા ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરે છે. પરંતુ, ઘણી વખત જ્યારે આપણે પ્રવાસ પર હોઈએ છીએ, ત્યારે ઠંડા પીણા અથવા ઠંડુ પાણી મેળવવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિ દરમિયાન પોર્ટેબલ ફ્રિજ (Portable fridge)નો ઉપયોગ કરી શકાય છે. કોઇપણ જગ્યાએ કારમાં મુસાફરી દરમિયાન આ પોર્ટેબલ ફ્રિજ સાથે રાખી શકાય છે. તેને કાર (car)માં સરળતાથી સેટ કરી શકાય છે. આનાથી તમે તમારા પીણાને ઠંડુ રાખી શકો છો. તમે આ ફ્રિજને 1,500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.
તે તમારા પીણાને ઠંડુ કે ગરમ બંને કરી શકે છે. તેની ક્ષમતા 500ml સુધીની છે. એટલે કે, તે તમારા માટે સ્માર્ટ કાર એસેસરીઝની જેમ કામ કરશે. સેમિકન્ડક્ટર પેલ્ટિયર ટેક્નોલોજીને કારણે તે તરત જ પીણું ઠંડુ અથવા ગરમ કરી શકે છે. તમે ઈ-કોમર્સ સાઈટ Amazon પરથી Hoox Smart Cup Mini કાર રેફ્રિજરેટર/ફ્રિજ અને હીટર ખરીદી શકો છો. કંપનીએ Amazon પર તેની કિંમત 1,499 રૂપિયા રાખી છે. તે તમારી કારમાંથી 12V પાવર વાપરે છે.
તેને કારમાં સરળતાથી સેટ કરીને, ઠંડા પીણા અથવા પાણીની બોટલને ઠંડી કરી શકો છો. કંપનીનો દાવો છે કે તે ડ્રિંકને 5 ડિગ્રી સુધી ઠંડુ કરે છે. તેનું કદ 6 x 6 x 14 સેમી છે. કંપનીએ કહ્યું કે તે યુનિવર્સલ ડિઝાઇન સાથે આવે છે. આ કારણે, તેને કોઈપણ કારમાં સેટ કરી શકાય છે. આ પોર્ટેબલ ફ્રિજ એ લોકો માટે વધુ સારો વિકલ્પ છે જેઓ તેમની કાર દ્વારા મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. આ સિવાય તમે અન્ય પોર્ટેબલ ફ્રીઝ સાથે પણ જઈ શકો છો. અન્ય પોર્ટેબલ ફ્રિજ એટલા સસ્તા નથી, પરંતુ તેમાં વધુ બોટલ રાખી શકાતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.