મિત્રો જો તમે પણ નવી ગાડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો પણ તમારું બજેટ ન હોવાના કારણે તમે ગાડી લેવાનું મુલતવી રાખી રહ્યા છો તો આ તમારા માટે એક જોરદાર ચાન્સ છે. તમે તમારી પસંદની ગાડી એટલી સસ્તી કીંમત પર ખરીદી શકો છો કે વિશ્વાસ પણ નહી આવે. હકીકતમાં બેંક લોનનો હપ્તો ભરવામાં અસમર્થ લોકોની ગાડીઓ જપ્ત કરીને નીલામ કરી રહી છે. તમે પણ આ ઓકશનમાં ભાગ લઈને અડધાથી પણ ઓછી કીંમત પર ગાડી ખરીદી શકો છો. ત્યારે આવો જાણીએ કઈ ગાડી કેટલી કીંમતમાં મળી રહી છે.
દેશમાં વપરાયેલી ગાડીઓનો વેપાર ખૂબ જ મોટો છે અને ઘણા શહેરોમાં ચાલે છે. સુરત, અમદાવાદ, મુંબઈ વગેરે જગ્યાએ જૂની ગાડી મળી રહે છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં તમને જૂની ગાડી પાણીના ભાવમાં મળી રહે છે. જૂની ગાડીઓની આ બજાર આવેલી છે આપની રાજધાની દિલ્લીમાં. દિલ્લીમાં સેકંડ હૅન્ડ કારોનું સૌથી મોટી બજાર આવેલી છે જે કરોલ બાગ અને સરોજની નાગર એ બે જગ્યાએ આવેલી છે. અહિયાં તમને દરેક કંપનીની ગાડી મળી રહે છે.
અહી થોડા સમય માટે ઉપયોગ કરીને આવેલી જ ગાડીઓ વેચવા માટે આવે છે. જેમાં ઘણી ખરી ગાડીઓની કંડિશન એકદમ નવા જેવી જ હોય છે. અહી તમને સારી ગાડીઓ મળી રહે છે. અહી વેચવા આવેલી મોટા ભાગની ગાડીઓ ૨૦-૩૦ કી.મી. આસપાસ ચાલેલી હોય છે.
સામાન્ય રીતે કાર લેવા માટે બજેટ ૨-૩ લાખ આસપાસ હોવું જરૂરી છે પરંતુ અહી તમને ૪૦ હજાર આસપાસ પણ જૂની કાર મળી રહે છે. અહી તમને ૪ લાખ વાળી કાર ફક્ત ૪૦ હજારમાં મળી રહે છે. ૧૦ થી ૧૨ લાખ ની કિંમતની કાર અહી તમને ૨ લાખની કિંમતમાં મળી રહે છે.
દિલ્લીના આ માર્કેટમાં તમને જૂની મારુતિ સ્વિફ્ટ તમને અહી ૪૦-૫૦ હજાર આસપાસ જરૂરથી મળી રહેશે, અને આ કાર બહુ ચાલેલી પણ નથી હોતી. અહી વેચવા આવેલી ગાડીઓ ૬૦-૭૦ કી.મી. આસપાસ ચાલેલી હોય છે. અહી ઇનોવા જેવી કાર પણ ૪-૫ લાખમાં આરામથી મળી શકે છે.
ટેસ્ટ રાઇડ લીધા બાદ તમારે નક્કી કરવાનું રહેશે કે તમે તે કાર કેટલી કિંમતમાં લેવા માંગો છો. અહી ભાવતાલ બહુ જ થાય છે તેથી તમે કેટલો ભાવ કરાવી શકો છો એ તમારા પર નિર્ભર છે. છતાં પણ સંતોષ ખાતર આજુબાજુમાં ત્યાં જ બે-ચાર જગ્યાએ ગાડીઓ જોઈ લેવી જેથી કરીને સારી કાર સારી કિંમતમાં મળી રહે.
જો તમે આ સિવાય ઓકશનમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. આના માટે તમારે httpss://bankauctions.in પર લોગ ઈન કરવાનું રહેશે. હોમ પર પેજ પર સૌથી નીચે આપવામાં આવેલા અલગ અલગ બેંકોના આઈકમાં કોર્પોરેશન બેંકના આઈકન પર ક્લિક કરવું. અહીંયા તમે કાર મામલે સર્ચ કરી શકો છો. અહીંયા એ વાત યાદ રાખવી કે બેંક દ્વારા નીલામીમાં અન્ય વસ્તુઓ જેવીકે મકાન, ફ્લેટ અને પ્લોટ પણ રાખવામાં આવ્યા છે. પરંતુ જો તમારે કારની નીલામીમાં ભાગ લેવો હોય તો પ્રત્યેક લિસ્ટેડ આઈટમ મામલે વાંચવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.