તારક મહેતાના આ મોટા દિગ્ગજને થશે જેલ? જાણો મુંબઈ પોલીસે કયા ત્રણ લોકો પર નોંધી ફરિયાદ

FIR on Asit Modi:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદીની મુશ્કેલીઓ વધી શકે તેવું લાગી રહ્યું છે. પોલીસે અસિત મોદી અને ‘તારક મહેતા’ સાથે જોડાયેલા અન્ય બે લોકો વિરુદ્ધ પણ FIR નોંધાય છે. શોમાં મિસિસ સોઢીનો રોલ કરનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી(FIR on Asit Modi) પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ વિરુદ્ધ પોલીસે કેસ પણ નોંધ્યો છે.

ANI રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે અસિત મોદી સોહેલ અને જતીન બજાજ વિરુદ્ધ IPC ની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો કોઈપણ મહિલાના સન્માન અને બળાત્કારને નુકસાન પહોંચાડવા વિશે લગાવામાં આવે છે. આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અસિત મોદી ઘણા સમયથી યૌન ઉત્પીડન અને શોષણના આરોપોનો સામનો કરી રહ્યા હતા.

શોના ઘણા કલાકારોએ અસિત મોદી પર સેટ પર ખરાબ વાતાવરણને લઈને ફી ન ચૂકવવાની પણ ઘણી ફરિયાદ કરી છે. હાલમાં ફરિયાદી વિશે એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે તારક મહેતાના કયા એક્ટરે નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ કે શોને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. અભિનેત્રી મોનિકા ભદોરિયા રીટા રીપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા સહિત અનેકે શોને લઇને ઘણા ખુલાસાઓ પણ કર્યા છે.

જોકે , જેનિફર મિસ્ત્રીએ કરેલા ખુલાસાથી ઘણા લોકો ચોંકી ગયા હતા. તમને જણાવી દઇએ કે, જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે અત્યાર સુધી ચૂપ રહી કારણ કે તેને પોતાની નોકરી ગુમાવવાનો ડર હતો. અભિનેત્રી છેલ્લા બે-ત્રણ મહિનાથી ‘તારક મહેતા’નું શૂટિંગ નથી કરી રહી. તેણે એક વખત ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અસિત મોદી તેને ગંદા મેસેજ મોકલતા હતા અને ક્યારેક તેને રૂમમાં એકલી બોલાવતા હતા. મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે 7 માર્ચ 2023ના રોજ જ્યારે તે સેટ પર હતી ત્યારે ઘણી વખત ઘરે જવા માટે કહ્યું.

પરંતુ અસિત મોદી તેને ઘરે જવા દેતા ન હતા. જ્યારે અભિનેત્રીએ આની સામે અવાજ ઉઠાવ્યો તો અસિત મોદીએ તેને ધમકી પણ આપી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, જ્યારે તેણે 8 માર્ચે અસિત મોદીને નોટિસ મોકલી હતી કે તેની જાતીય સતામણી થઈ હતી, ત્યારે અસિત મોદીએ કહ્યું હતું કે તે પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી છે. અસિત મોદીએ કહ્યું હતું કે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને તેઓ અભિનેત્રી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *