એક પ્રેમી યુગલે માનવતા લજવી કળયુગી દાનવ હોવાનું જીવતું જાગતું ઉદાહરણ આપ્યું છે. સોમવારે સવારે કચરાના ઢગલા પાસે એક જીવતું નવજાત બાળક મળી આવ્યું હતું. તપાસ બાદ નેપાનગર પોલીસ સ્ટેશને કલમ 317 હેઠળ પ્રેમી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તે જ સમયે, નવજાતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. હાલ બાળક એકદમ સ્વસ્થ છે.
પ્રેમ પ્રકરણનો કેસ…
સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું બહાર આવ્યું હતું. ખરેખર એક યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. ત્યારબાદ બનેએ અનેકવાર સબંધો બાંધ્યા અને ગર્ભ રહી જતા યુવતી ગર્ભવતી થઇ. પછી આ યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકને ક્યાં ખબર હતી કે, તેના જ માતા પિતા તેના જન્મતા તેને તરછોડી દેશે. અને માતાએ તેને કચરાના ઢગલા પાસે ફેંકી દીધો.
વાસ્તવમાં સોમવારે સવારે એક જીવંત નવજાત કચરાના ઢગલા માંથી મળી આવ્યું હતું, જે બાળક છે. આ માહિતી વિસ્તારના મહિલા પ્રદેશ કાઉન્સિલર શાંતારામ ઠાકરેને આપી હતી. ત્યારબાદ ઠાકરે દ્વારા પોલીસ, મહિલા અને બાળ વિકાસ વિભાગને જાણ કરવામાં આવી હતી. બાળકને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા બાદ તેને બુરહાનપુર રીફર કરવામાં આવ્યો હતો. તે સંપૂર્ણ સ્વસ્થ છે. અહીં પોલીસ તપાસમાં જોડાઈ હતી.
બાળકને કચરામાં ફેકી અફવા ફેલાવી…
પોલીસના જણાવ્યા અનુસાર, માતાએ પણ એવી અફવા ફેલાવી દીધી કે, તેને પણ કચરાના ઢગલા માંથી કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. ત્યારબાદ લોકો ભેગા થયા અને ત્યાં જઈને જોયું તો, નવજાતને પડેલું હતું. પોલીસે પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ કલમ 317 હેઠળ કેસ નોંધ્યો છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.