સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો, પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રહેતી 16 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. દુષ્કર્મની સમગ્ર હકીકત ત્યારે સામી આવી જ્યારે કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા…

સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં રહેતી 16 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. દુષ્કર્મની સમગ્ર હકીકત ત્યારે સામી આવી જ્યારે કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં ડોકટરી તપાસ કરતા કિશોરી ને પેટમાં 6 માસનો ગર્ભ હોવાની વાત બહાર આવી હતી. જેને લીધે ડોકટરએ માતા પિતાને વાત કેહતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

કિશોરીના માતા પિતાએ પેહલા તો તેને આ કિશોરીના પેટ માં રહેલા ગર્ભ ને ગર્ભપાત કરવાનું કહીયું પણ ડોકટર એ ગર્ભપાત કરવાનો ઇન્કાર કરી સમગ્ર ઘટના ની જાણ પાંડેસરા પોલીસને આપી પાંડેસરા પોલીસ એ તાત્કાલિક સુરતની નવી સીવીલ હોસ્પિટલ જઈ ઘટના ની હકકિત મેળવી જ્યાં પોલીસ એ આ પરિવાર પાસે થી હકીકત મેળવી બાળકીનું કાઉન્સિલીગ કરી તેને આ દુષ્કર્મ કોણે આચર્યું છે તે દિશા માં તપાસ હાથ ધરી હતી.

પોલીસ એ બાળકી ને પૂછતાં આ દુષ્કર્મ તેના જ નજીકમાં રેહતા અને નાસ્તાની હોટલ ચલાવતા 24 વર્ષય વિનોદ કેશરવાની એ આચર્યું હોવાનું કહ્યું હતું. 16 વર્ષય કિશોરી જ્યારે ટ્યુશન કલાસીસ જવા માટે નીકળતી ત્યારે આ નરાધમ કોશિરીને મીઠી મીઠી વાતો કરી પોતાની પ્રેમજાળ માં ફસાવી હતી અને તેને ઉંચા ઉંચા સપના બતાવી તેને એક દિવસ પાંડેસરા રોડ પર આવેલી એક હોટલમાં લઇ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કહી હતી.

સમગ્ર સમગ્ર મામલે પોલીસએ નરાધમ આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એકટ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી ત્યારે નરધામ ને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોઈ તેની ગંધ આવી જતા તે તેની પત્ની ને લઈ ઇન્દોરના જબલપુર ખાતે ભાગી ગયો હતો પોલીસ એ મોબાઈલ ના સર્વેલસન્સ અને બાતમીના આધારે મધ્યપ્રદેશના જબલપુર પહોંચી નરાધમ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે માતા પિતા હવે એ ચિંતામાં મુકાઇ ગયા છે કે કિશોરીના પેટ માં 6 મહિનાનો ગર્ભ હોઈ અને આ સંતાનનું કરવું શું? તો કોર્ટમાંથી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની તજ વીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *