ગુજરાતમાં કોરોનાએ કાળો કેર પ્રવર્તાવી દીધો છે.લોકડાઉનના લીધે અસ્તવ્યસ્ત થઇ ગયેલા રાજ્યના જીવનને પૂર્વવત કરાવવા માટે 1 જૂનથી અનલોક-1 લાગુ કરવામાં આવ્યું હતું,અને હવે આજથી એટલે કે,1 જુલાઈથી અનલોક-2ને લાગુ કરવામાં આવ્યું છે.જો કે,અનલોકના આ 30 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધારે કેસ ધરાવતા 2 જિલ્લા અમદાવાદ અને સુરતનું ચિત્ર બદલાઈ રહ્યું છે.અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ મોતમાં અને કેસમાં ઘટાડો નોધાયો છે,વળી બીજી બાજુ સુરતમાં આ સ્થિતિ વણસી છે.સુરતમાં કેસ અને મૃત્યુ બન્નેમાં વધારો જોવા મળે છે.અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ 407 કેસ અને 94 મૃત્યુ ઓછા નોંધાયા છે,જ્યારે બીજી બાજુ સુરતમાં મેની સરખામણીએ 2,203 કેસ અને 45 મૃત્યુ વધુ નોંધાયા છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાયેલાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.22 જૂને કુલ 314 કેસ નોંધાયા હતા,ત્યારપછી દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.જો કે,29 જૂનનાં રોજ 236 કેસ નોધાયા હતા,પરંતુ 30 જૂનનાં રોજ કેસ 200ની નીચે જતા રહ્યાં હતા.જ્યારે સુરતમાં 19 જૂનથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.20 જૂનથી રોજ નોંધાતા કેસનો આંકડો 100થી વધારે રહ્યો છે.29 જૂને તો કેસનો આકડો 200ને પણ વટી ગયો હતો.
તારીખ | અમદાવાદના કેસ | સુરતના કેસ |
19 જૂન | 312 | 93 |
20 જૂન | 306 | 103 |
21 જૂન | 273 | 176 |
22 જૂન | 314 | 132 |
23 જૂન | 235 | 175 |
24 જૂન | 215 | 172 |
25 જૂન | 238 | 164 |
26 જૂન | 219 | 182 |
27 જૂન | 211 | 184 |
28 જૂન | 211 | 182 |
29 જૂન | 236 | 206 |
30 જૂન | 197 | 199 |
અમદાવાદ શહેર- જિલ્લામાં મે મહિનામાં કુલ 9,140 કેસ નોંધાયા હતા,પણ જૂન મહિનામાં અનલોકનું અમલીકરણ કરવામાં આવ્યું હતું.અને તેનાં પરથી લાગી રહ્યું હતું,કે જેની વિપરીત અસર અમદાવાદમાં થશે.પણ જૂનમાં અમદાવાદમાં કુલ 8,733 કેસ નોંધાયા છે.જે મે મહિના કરતા 407 કેસ ઓછા નોધાયા છે.એટલે,કહી શકાય કે અમદાવાદ શહેર- જિલ્લામાં તંત્ર અને જનતાની જાગૃકતા કોરોનાના વધી રહેલાં કેસોને નિયત્રણમાં રાખવામાં સફળ રહ્યાં છે.જ્યારે આ જ સમયગાળા દરમિયાન સુરત શહેર- જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બગડી છે.મે મહિનામાં સુરતમાં કુલ 1,006 કેસ નોંધાયા હતા,પરંતુ જૂનમાં કેસમાં સતત વધારો થયો હતો.જૂનમાં કુલ 3,209 કેસ નોંધાયા છે,જે મે મહિના કરતા 2,203 કેસ વધુ નોધાયા છે.
એ જ રીતે અમદાવાદ શહેર-જિલ્લામાં મે મહિનામાં 693 દર્દીઓ કોરોના સામેની જંગમાં હારી ગયા હતા, જ્યારે જૂન મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો.જૂન મહિનામાં કુલ 599 મૃત્યુ નોંધાયા હતા.એટલે કે,મે મહિનાની સરખામણીમાં જૂનમાં અમદાવાદમાં કુલ 94 મૃત્યુ નોંધાયા હતા.તેનાથી વિરુદ્ધ સુરત શહેર- જિલ્લામાં મે મહિનામાં કુલ 44 મૃત્યુ નોંધાયા હતા,જ્યારે જૂન મહિનામાં કોરોનામાંથી થયેલા મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.જૂન મહિનામાં કુલ 89 મૃત્યુ નોંધાયા છે.એટલે કે,મે મહિનાની સરખામણીમાં જૂનમાં 45 મૃત્યુ વધુ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news