અમદાવાદમાં કાલુપુરની ચોખા બજારમાં એક સાથે 17 થી 20 દુકાનના તાળા તુટ્યા છે અને દુકાનોમાંથી રોકડની ચોરી થઈ છે. રાત્રે ચોરી થઈ હતી પરંતુ ચોખા બજારમાં વેપારીઓએ સવારે પોતાની દુકાન ખોલવા આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. આટલા વર્ષોમાં પહેલી વખત ચોખા બજારમાં ચોરીની ઘટના બની છે. જેને લઈ ચોખા બજાર બંધ રહી હતી.
વેપારી ગીરધરભાઈએ જણાવ્યું હતું કે સવારે વેપારીઓ દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે ખબર પડી હતી કે 17થી 20 દુકાનોના તાળા તુટેલા હતા. જેથી વેપારીઓએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે મદદનીશ પોલીસ કમિશનર જે. કે. ઝાલાએ વાત કરતા જણાવ્યું હતું કે ચોખા બજારમાં ચોરી થતા વેપારીઓએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે સ્થળની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોખા બજારના સીસીટીવી ફૂટેજ લીધા છે. કેવી રીતે ચોરે અંદર આવીને ચોરી કરી છે તે મુદે તપાસ કરાશે.
મહત્વપૂર્ણ છે કે ચોરે એક સાથે 17 થી 20 દુકાનમાં ચોરી કરી છે અને દરેક દુકાનમાંથી રોકડની ચોરી કરી છે. કોઈ સામાનની ચોરી થઈ નથી. ચોખા બજારની બહાર પણ રાતે પેટ્રોલિંગ થતુ હોય છે સિક્યુરિટી પણ રાખેલ છે અને સીસીટીવી પણ છે. ત્યારે આટલી સુરક્ષા વચ્ચે ચોર કેવી રીતે ચોરી કરી ગયા તે પણ એક સવાલ છે. ચોખા બજારમાં એક કોમ્પ્લેક્સમાં 725 જેટલી દુકાનો આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.