સુરતના અમરોલીમાં વૃધ્ધની હત્યા કેસમાં થયો ખુલાસો: 500 રૂપિયાની ઉઘરાણી કરતા પડોશમાં રેહતા યુવકે ગળે ટૂંપો દઈ કરી હત્યા

સુરત(ગુજરાત): સુરત શહેરમાં (surat city) હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના મોટા વરાછા(mota varachha)માંથી સામે આવ્યા હતા. મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડેની રૂમમાં રહેતા અને કાજુ-બદામનો ધંધો કરતા છત્તીસગઢના (Chhattisgarh) વૃદ્ધની ગળે ફાંસો ખવરાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. તેની લાશ આંતરવસ્ત્રો પહેરેલી અને હાથ બાંધેલી હાલતમાં મળી આવતા અમરોલી પોલીસ(Amaroli police) દોડતી થઇ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, લૂંટના ઇરાદે હત્યા થવાની આશંકા સેવાઈ રહી છે. જો કે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરતનાં અમરોલીનાં મોટા વરાછામાં એક વૃદ્ધની તેના જ બંધ મકાનમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પાંચ દિવસ પહેલા હત્યારાએ હાથ અને મોઢાં ઉપર કપડું બાંધી વૃદ્ધની હત્યા કરી બહારથી તાળું મારી નાસી ગયો હતો. પોલીસને એવું લાગે છે કે, કોઇ પરિચીત દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હશે.

શનિવારે બપોરે નીચલી કોલોનીમાં રૂમો ભાડે આપતાં વીરજીભાઇ કોલોનીમાં આવ્યા હતા. ત્યારે પહેલાં માળે આવેલાં એક રૂમમાંથી ભયાનક દુર્ગંધ આવતી હતી. તેથી આ ચાલીમાં રહેતાં અને દેખરેખ રાખતા નયન ઉર્ફે નીતીન ઠુમ્મરને બોલાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમને દરવાજો તોડીને અંદર જોયું તો છેલ્લા દસેક મહિનાથી એકલાં રહેતાં કન્હરામ સુંદરરામની લાશ મળી આવી હતી. કોહવાઈ ગયેલી લાશમાં ચહેરા અને માથામાં કીડા ફરતા હતા. બંને હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. અને મોંઢા ઉપર પણ કપડું બાંધેલું હતું. મામલો હત્યાનો હતો. કોઈએ ઝારખંડની વતની અને ત્યાંથી સૂકો મેવો લાવી સુરતમાં વેપાર કરતાં વૃદ્ધની હત્યા કરી નાખી હતી. જો કે ઘટનાની જાણ થતા અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું કે, લાશ ત્રણથી ચાર દિવસ પહેલા ગળે ફાંસો ખવરાવવામાં આવ્યો હતો. એટલે કે, શ્વાસ લેવામાં તકલીફ પડવાથી તેમનું મોત થયું હતું. કન્હાઇ પહેલા પાઉડર કોટીંગનું કામ કરતા હતા. પરંતુ આ કામ છોડી છેલ્લા આઠેક મહિનાથી વતનમાંથી કાજુ-બદામ મંગાવી વેપાર કરતો હતો અને એક રૂમમાં એકલા રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *