ખજુરભાઈ ભારે વરસાદની તબાહીથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે કરશે એવું કામ કે.. ચારેય બાજુ થશે વાહ વાહી!

રાજકોટ(ગુજરાત): નીતિન જાની ગુજરાતના સોનુ સુદ તરીકે પ્રખ્યાત છે. નીતિન જાની(Nitin Jani)એ તાઉ-તે વાવાઝોડા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાત દિવસ કામ કરીને નીતિન જાની ઉર્ફે…

રાજકોટ(ગુજરાત): નીતિન જાની ગુજરાતના સોનુ સુદ તરીકે પ્રખ્યાત છે. નીતિન જાની(Nitin Jani)એ તાઉ-તે વાવાઝોડા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાત દિવસ કામ કરીને નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ જનસેવા કરી હતી. નીતિન જાની (Nitin Jani) ઉર્ફે ખજુરભાઈ(Khajurbhai) અવારનવાર લોકોની મદદ માટે આગળ આવતા હોય છે. ત્યારે આજે તેઓ મદદ માટે રાજકોટ જિલ્લા(Rajkot District)ના ઉપલેટા શહેર(City of Upleta)માં આવ્યા હતા. ભારે વરસાદને કારણે ઉપલેટા ખાતે મોજ નદી કાંઠે રહેતા લોકો રોડ પર રહેવા માટે મજબુર બન્યા હતા. ત્યારે તેની મદદ કરવા માટે નીતિનભાઈ જાની આગળ આવ્યા હતા. લોકોને ઘરની ઉપર નળીયા અને છાપરા બાંધીને રહેવા માટે ઘર બનાવી દે છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં આવેલા મોજ નદી ગાંડીતુર બની ગઈ હતી. જેના લીધે નદી કાંઠે રહેતા લોકો બેઘર થયા હતા. એટલું જ નહીં, ભારે નુકશાની પણ ભોગવવી પડી હતી. ત્યારે આજે સાંજના સમયે ખજૂર તરીકે જાણીતા નીતિન જાની અને તેની ટિમ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પહોંચીને મોજ નદીના કિનારે વરસાદના લીધે નુકશાની વેઠનાર નદી કાંઠાના પરિવારજનોની મુલાકાતે આવ્યા હતા.

નીતિન જાની ઉર્ફે ખજુરભાઈના જણાવ્યા અનુસાર, કોઈ પણ કુદરતી આફત આવે તે દરમિયાન પીવાનું પાણીથી લઇ રાશન સુધી તમામ સુવિધા સરકાર દ્રારા પ્રાપ્ત થતી હોય છે. પરંતુ તે દરમિયાન લોકોને રહેવા માટે ઘરની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે. તેથી આજે મોજ નદી કાંઠે ટીમ સાથે અમે લોકો આવ્યા છીએ. અહીંયા પણ લોકોની એ જ માંગ છે કે, રહેવા માટે ઘર નથી. ત્યારે અમારી ટીમ તાત્કાલિક ધોરણે તેમને રહેવા માટે સુવિધા પોરી પાડવામાં આવશે. જેમાં ઘર ઉપર નળીયા અને છાપરા બાંધીને નવું ઘર બનાવી આપવામાં આવે છે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં આવેલા તાઉ-તે વાવાઝોડા સમયે પણ ખજૂર અને તેમની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને તેમનાથી બને તેટલી મદદ કરી હતી. એટલું જ નહીં, રાતદિવસ મહેનત કરીને જનસેવા કરતા હતા અને લોકોને સાચી સેવા પુરી પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *