ઉત્તરાયણનાં પવિત્ર પર્વે ધાર્મિક ગ્રંથોમાં દાન પુણ્ય ઘણું મહત્વ દર્શાવ્યું છે. મોટા ભાગના લોકો ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરતા હોય છે. મંદિર, આશ્રમ, ગૌશાળા વગેરેના લોકો દાન લેવા માટે આવતા હોય છે. પરંતુ ઘણા એવા પણ હોય છે જે દાનનાં નામે લોકો પાસેથી ખોટા રૂપિયા પડાવી લેતા હોય છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાતના સુરત શહેરમાંથી આ બનાવ બહાર આવ્યો છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મંદિરના નામે ઠગ કરતા બે વ્યક્તિઓ ઝડપાયા છે. મોટા શહેરોમાં ઘણા લોકો ઉત્તરાયણમાં રસ્તા પર પડાવ નાંખીને લોકો પાસેથી દાન લેતા હોય છે. આ વ્યક્તિઓ એવી જ રીતે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મંદિરના નામે લોકો પાસે રૂપિયા લઈ તેને નકલી રસીદો બનાવી આપતા હતા. અને આવી રીતે આ બે વ્યક્તિઓ લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા હતા. આ વ્યક્તિઓ રામ જન્મ ભૂમિ તીર્થ શેત્રનાં નામ પર લોકો પાસે રૂપિયા લેતા અને તેને નકલી રસીદો બનાવી આપતા હતા.
આરોપીની ઓળખ અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડે તરીકે થઇ છે. 30 વર્ષીય અમિત 64, કલ્યાણ કુટીર સોસાયટી ચીકુવાડી કાપોદ્રામાં રહે છે અને તેનું મૂળ ગામ જીરકપુર જીલ્લો જોનપુર ઉત્તરપ્રદેશ છે. અમિત ફ્રુટની લારી ચલાવે છે. આરોપી અમિતે તા.૧૪/૦૧/૨૦૨૧નાં રોજ કલાક. – ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન કાપોદ્રા, ચીકુવાડી, કલ્યાણકુટીર સોસાયટી ,ક્રિષ્ના ઓટો ગેરેજની સામે રોડ પર પડાવ નાંખ્યો હતો.
આ રીતે તેઓએ ઘણા લોકોને છેતર્યા હતા. અને લોકો પાસેથી ઘણા રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ પોલીસને આ બાબતે જાણ થતા કાપોદ્રા પોલીસ દ્વારા આ બન્ને ઠગ બાજોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ IPCની કલમ 420, 465, 468, 471, 473 મુજબ ગુનો નોંધી આ બાબતે પો.ઈન્સ એમ.કે.ગુર્જર વધારે તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle