સીબીઆઈએ ખુફિયા જાણકારી લીક કરવા બદલ નેવીના કમાન્ડર સહિત 5 લોકોની કરી ધરપકડ

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(CBI) એ લાંચના બદલામાં સબમરીન પ્રોજેક્ટ સંબંધિત ગુપ્ત માહિતી લીક કરવા બદલ ભારતીય નૌકાદળના કમાન્ડર-રેન્કના સર્વિંગ ઓફિસર (જે હાલમાં મુંબઈમાં પોસ્ટેડ હતા) સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ લોકોમાંથી બે નિવૃત્ત નેવી(Navy) ઓફિસર છે. આ તમામ સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

નેવી અધિકારીઓએ તપાસ કરી હતી:
નિવૃત્ત અધિકારીઓ માટે કિલો ગ્લાસ સબમરીન આધુનિકીકરણ પ્રોજેક્ટ(Kilo Glass Submarine Modernisation Project to Retired Officers) સંબંધિત ગુપ્ત માહિતી લીક કરવાનો આ મામલો ગયા મહિને ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો. જે પછી, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હસ્તક્ષેપ કર્યો અને નેવીના 5 વરિષ્ઠ અધિકારીઓને તેની તપાસની જવાબદારી સોંપવામાં આવી. આ પાંચ લોકોની ટીમનું નેતૃત્વ વાઈસ એડમિરલ રેન્કના અધિકારી કરી રહ્યા હતા.

19 જગ્યાએ સીબીઆઈના દરોડા પડ્યા:
આ અધિકારીઓનો રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ એજન્સીએ કેસ નોંધીને આ 5ની ધરપકડ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં દિલ્હી, મુંબઈ, નોઈડા, હૈદરાબાદ સહિત અનેક સ્થળોનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસ સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક પુરાવા મળ્યા હતા જે જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ સીબીઆઈ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

‘એજન્સીને નેવીનો સંપૂર્ણ સહયોગ મળશે’
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય ઘણા અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે જેઓ ધરપકડ કરાયેલા અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓના સતત સંપર્કમાં હતા. તે જ સમયે, નેવી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વહીવટી અને વ્યાપારી પ્રકૃતિની માહિતીના કથિત લીક સાથે સંબંધિત તપાસ સામે આવી છે અને સરકારની સંબંધિત એજન્સી તેની તપાસ કરી રહી છે. આ તપાસમાં એજન્સીને નેવીનો સંપૂર્ણ સહયોગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *