સીબીઆઇ દ્વારા આમ આદમી પાર્ટીના નંબર ટુ નેતા મનીષ સિસોદિયાના ઘરે સતત તપાસ ચાલુ રહી છે. આ જ તપાસની કડીમાં હવે હાજરીમાં પંજાબ નેશનલ બેંકનું તેમનું લોકર તપાસ્યુ હતું, પરંતુ તેમાંથી કંઈ મળ્યું ન હોવાનો દાવો મનીષ સીસોદિયા એ કર્યો છે.
દિલ્હીના દારૂ પોલિસી કૌભાંડ મામલે તપાસમાં લાગેલી cbi ની ટીમે આજે ગાઝિયાબાદની પંજાબ નેશનલ બેંકની એક શાખામાં પહોંચી હતી સાથે સાથે મનીષ સિસોદિયા અને તેમના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા. સીબીઆઇને શંકા છે કે કથિત કૌભાંડની બાબતે આ લોકરમાંથી કંઈકને કંઈક દસ્તાવેજ મળશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સીબીઆઇ મનીષ સિસોદિયાના લોકર ચેક કરવાની છે, તે બાબતની જાણકારી મનીષ સિસોદિયા ને મળી હતી અને તેઓએ ટ્વિટના માધ્યમથી આ વાતની જાણકારી આપી હતી. લોકર ખોલવાના નિયમ અનુસાર લોકોને તેના ખાતાધારકની મંજૂરી વગર ખોલી શકાતું નથી. માટે મનીષ સિસોદિયા અને તેમના પત્નીને બેંકમાં બોલાવ્યા હતા.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે બાદ તે બહાર આવ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ માત્ર તેમના દબાણમાં થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.
દિલ્હીમાં ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક બીજા પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આપના ધારાસભ્યોએ ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાના રાજીનામાની માંગણી સાથે વિધાનસભામાં ધરણા કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.