લોકડાઉનના કારણે CBSE ધો-10 અને 12 ની પરીક્ષાઓ અટવાઈ હતી. પરંતુ હવે ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12ની પરીક્ષાઓ જુલાઇ 1 થી 15 ની વચ્ચે લેવાશે. તેની સાથે જ નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં એક જુલાઇથી 15 જુલાઇ સુધી સીબીએસઇ ધોરણ-10ની પરીક્ષા થશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ડેટ શીટ શેર કરી છે.
જણાવી દઇએ કે લોકડાઉનના કારણે આ પરીક્ષાઓ માર્ચમાં જ સ્થગિત કરી દેવાઇ હતી. ત્યારબાદ સીબીએસઇ સચિવ અનુરાગ ત્રિપાઠીએ બીજા લોકડાઉનના સમયે જાહેરાત કરી હતી કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ આયોજીત થશે નહીં. પરંતુ ધોરણ-12ની બોર્ડની બાકી પરીક્ષાઓમાંથી 29 મુખ્ય વિષયોની પરીક્ષાઓ આયોજીત થશે.
Dear students of class 12th of #CBSE Board here is the date sheet for your board exams.
All the best 👍#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia@cbseindia29 @PIB_India @MIB_India @DDNewslive pic.twitter.com/2ug6Dw8ugA
— Dr. Ramesh Pokhriyal Nishank ( Modi Ka Parivar) (@DrRPNishank) May 18, 2020
આ મુખ્ય વિષય એ વિષય છે જેના દ્વારા યુનિવર્સિટીમાં સ્નાતક સ્તર પર એડમિશન મળવાનું નક્કી હોય છે. કેટલીય યુનિવર્સિટી મેરિટના આધારે એડમિશન આપે છે જ્યાં આ વિષયોના માર્કસ ફરજીયત જોડાય છે. સીબીએસઇ એ પહેલાં જ કહ્યું હતું કે દેશમાં કયાંય 10મા ધોરણની પરીક્ષા લેવાશે નહીં. માત્ર નોર્થ ઇસ્ટ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે બાકી પરીક્ષાનું આયોજન કરાશે.
તો બીજીબાજુ જે પરીક્ષાઓ અગાઉ લેવાઈ ગઈ છે, તે પરીક્ષાઓની આન્સરશીટનું મૂલ્યાંકન CBSE એ શરૂ કરી દીધું છે. આ પ્રક્રિયાને પૂરી કરવામાં 50 દિવસનો સમય લાગી શકે છે. ડૉ.નિશંક એ કહ્યું હતું કે 29 વિષયોની પરીક્ષા થવાની બાકી છે. પરંતુ જે 173 વિષયોની પરીક્ષા થઇ ચૂકી હતી તેમની 1.5 કરોડથી પણ વધુ આન્સરશીટ છે જેનું મૂલ્યાંકન કરવા માટે ગૃહમંત્રાલયની તરફથી મંજૂરી મળી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news