સુરતના આકાશમાં પ્લેનએ લગાવ્યા સાત રાઉન્ડ- સુરતીઓ મૂંઝાયા આ શું થઇ રહ્યું છે- જાણો શું હતું કારણ

VTIAH BOM/STV (airbus A319-115X -(CJ) સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે સુરતના આકાશમાં સતત ૨ કલાકના સમય સુધી સાતેક જેટલા રાઉન્ડ મારતા સુરતીઓ ચિંતામાં મુકાયા…

VTIAH BOM/STV (airbus A319-115X -(CJ) સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે સુરતના આકાશમાં સતત ૨ કલાકના સમય સુધી સાતેક જેટલા રાઉન્ડ મારતા સુરતીઓ ચિંતામાં મુકાયા હતા. કે એક નું એક પ્લેન કેમ સુરત માથે મંડરાય રહ્યું છે. મુંબઈથી ઉપડેલી ફ્લાઈટ સુરત ૩૩ મીનીટમાં આવી પહોચી હતી. પરંતુ આ એક ટ્રેનીંગ ફ્લાઈટ હોવાથી સુરત એરપોર્ટ પર ઉતરાણ કરવાને બદલે હવામાં રાઉન્ડ મારીને પરત મુંબઈ ગયું હતું.

આ ફ્લાઈટ સુરતના આકાશમાં માત્ર 300 ફૂટ સુધી ઉડીને પ્રેક્ટીસ કરી હોવાની વાત સામે આવી છે. મુંબઈ એરપોર્ટ પર સવારે ૮.૩૦ એ ટેકઓફ થયેલી ફ્લાઈટ એ મુંબઈ એરપોર્ટ પર ૧૧.૩૦ એ લેન્ડ કર્યું હતું. સુરતના આકાશમાં પ્લેન આટલો સમય ફર્યું હોવાની ઘટના સુરતીઓએ પહેલી વાર જોઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ શું થઇ રહ્યું છે તેવા મેસેજ વહેતા થયા હતા.

એક જાણકારે દાવો કર્યો છે કે આ ફ્લાઈટ માં ટેકનીકલ ખામી હોવાથી લેન્ડ ન કરી શક્યું પરંતુ હકીકત માં આ ફ્લાઈટ એક ટ્રેનીંગ ફ્લાઈટ હતી.

પરંતુ આ વાતનું ખંડન કરતા એર વન ના પૂર્વ પાયલોટ વિપુલ રાજપૂત જણાવે છે કે આ એક તાલીમ ફ્લાઇટ હતી. કેમકે COVID પરિસ્થિતિઓમાં પાઇલોટ્સ ઉડ્યા નથી અને ડીજીસીએએ તાજેતરમાં અનુમતિ આપી હતી કે પાયલોટ સિમ્યુલેટરને બદલે વાસ્તવિક વિમાન ઉડાન દ્વારા ઉડાનમાં તેમનું આવર્તન અને સામ્રાજ્ય જાળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *