ગુજરાતમાં આવર-નવાર ચોરી, લુંટફાટની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર નજીકના પટેલ સમાજના હોલમાં સગાઈનો પ્રસંગ હોવાથી ત્યાં ગયેલા યુવકની બુલેટ ચોરાઈ ગઈ હતી. યુવક સગાઈમાં ગયા બાદ પરત આવ્યો ત્યારે બુલેટ ન હોતું.
બુલેટ ન મળતા આસપાસના CCTV ચેક કરતાં જાણવા મળ્યું કે, બે યુવકોએ અડધો કલાકની રેકી કર્યા બાદ બુલેટ ચોરી કરીને ભાગી ગયા હતા. યુવકની ફરિયાદના આધારે વરાછા પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એ.કે.રોડ પર આવેલી ક્ષમા સોસાયટીમાં રહેતા અનિલકુમાર કનુભાઈ ગજેરા હીરાની દલાલી સાથે જોડાયેલા છે.
7મી માર્ચ 2021ના રોજ સગાઈનો પ્રસંગ હોવાથી એસએમસી પાર્ટી પાર્કિંગની સામે આવેલા પટેલ સમાજની વાડીમાં ગયા હતાં. રસ્તા પર બુલેટ પાર્ક કર્યું હતું. જેને અજાણ્યા બે શખ્સો ચોરી કરીને ભાગી ગયા હતાં. જેથી તેણે પોલીસમાં ફરિયાદ આપી હતી. તસ્કરોએ 1.20 લાખની કિંમતના 2018ના મોડલના બુલેટની ચોરી ડુપ્લીકેટ ચાવી અથવા તો લોક તોડીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
સગાઈ પ્રસંગ બાદ પટેલ સમાજની વાડીની બહાર નીકળ્યા બાદ અનિલકુમારને જાણ થઈ હતી કે, તેમનું બુલેટ ચોરાઈ ગયું છે. આથી તેમણે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં બે ઈસમો રેકી કરીને અડધો કલાકમાં જ ચોરી કરીને ભાગી જતા હોવાના સીસીટીવી કેમરામાં કેદ થયુ હતું. આથી સમગ્ર બુલેટ ચોરીની પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોરીના CCTV ફૂટેજ- સુરતમાં બે લબરમુછીયા કેવી રીતે ઉઠાવી ગયા બુલેટ@SURAT @CCTV @Viral pic.twitter.com/R61U3GqCft
— Trishul News (@TrishulNews) March 13, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle