અંકલેશ્વર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર અંકલેશ્વરમાંથી આજે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આજે એક રાહદારી મહિલાને અજાણી કારે ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલાની હજુ ઓળખ થઈ નથી. પરંતુ, ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થતા સામે આવી છે.
જાણવા મળ્યું છે કે, અંકલેશ્વરના ભરૂચ રોડ પર આવેલા ગડખોલ પાટિયા પાસે આજે એક નવનિર્મિત રેલવે ફાટક પાસે એક હીટ એન્ડ રનની ઘટના ઘટી છે. અહીંયા ટી બ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મહિલાના મોતના પગલે રાહદારીઓમાં અરેરાટી છવાઈ હતી. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાને અજાણી ઈકો કારે ટક્કર મારતા મહિલા ફૂટબૉલની જેમ 5-6 ફૂટ હવામાં ઉછળી હતી અને ત્યારબાદ ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
મહિલાને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ તે મૃત્યુ પામી હતી. એક નિર્દોષ મહિલાએ સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે રસ્તે જતા તેને મોત મળશે. આ દરમિયાન બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.