સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુંટના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીક આવેલ એસ.જી.જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનવા પામી છે. જિલ્લામાં જાણે લૂંટારુઓને પોલીસનો બિલકુલ ભય ન રહ્યો હોય તેમ સોના-ચાંદીની દુકાનમાં કામદારોને બંધક બનાવી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતા હોબાળો મચી જવા પામ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા હાલ ડોગ સ્ક્વોર્ડ અને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી છે.
View this post on Instagram
બીજી બાજુ લાખો રૂપિયાની લૂંટની ઘટનાના પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ છે. હાલ જિલ્લા પોલીસ દ્વારા એ જિલ્લામાં નાકાબંધી કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં દિનપ્રતિદિન ગુણખોરીની પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને જેમાં જિલ્લાનું મુખ્ય મથક જાણે કડોદરા બની જવા પામ્યું છે. હાલ જ થોડા દિવસ પહેલા જે.ડી. હોટેલ પર 20થી વધુ માથાભારે ઈસમો દ્વારા ધોળે દિવસે તોડફોડ, મારામારી તેમજ લૂંટની ઘટના બનવા પામી હતી.
હજુ એ મામલામાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં સફળ નથી થઈ ત્યાં તો કડોદરા ચાર રસ્તા પર આવેલ એસ.જી જવેલર્સની દુકાનમાં ફરી ધોળે દહાડે લૂંટારુઓ ત્રાટકયા હોવાનું સામે અવાયું છે. જાણવા મળ્યું છે કે, 3 થી 4 બુકાનીધારીઓ દ્વારા જવેલર્સની દુકાનમાં પ્રવેશી અને કામદારોને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. દુકાન દારના કહ્યા પ્રમાણે આશરે 8 લાખથી વધુની મતાના ઘરેણાંઓની લુંટ થઇ છે.
બીજી બાજુ લૂંટની ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી, ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ સહિત જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને લૂંટને અંજામ આપી ફરાર થયેલા તમામ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ લૂંટની સમગ્ર ઘટના જવેલર્સની દુકાનમાં લાગેલ સી.સી.ટી.વી માં કેદ થવા પામી હોવાનું સામે આવ્યું છે. જે દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.