સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરી અને લુંટના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન, જે દુકાનદારો પોતાની દુકાનને એકલા હાથે ચલાવતા હોય છે તેના માટે ચેતવણી સમાન એક ઘટના સુરત જિલ્લાના ઓલપાડમાંથી સામે આવી છે. ઓલપાડના કુડસદ ગામે સુપર સ્ટોરમાંથી ચોરીની ઘટના બનવા પામી છે. કેટલી રકમની ચોરી થઇ છે તે મહત્ત્વનું નથી. પરંતુ, જે પ્રકારે ઘટના ઘટી છે તે જોઇને સાવચેતી જાળવવા માટે દાખલો સાબિત થાય એમ છે.
જાણવા મળ્યું છે કે, અહીં એક સુપર સ્ટોરનો સંચાલક કામ માટે સહેજ સમય માટે પાછળના ભાગમાં ગયો ત્યારે ગઠિયો ગલ્લામાંથી રોકડની થપ્પીઓ ચોરી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા સમગ્ર મામલો ખુલવા પામ્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો આ ઘટના સુરત જિલ્લાના ઓલપાડના કુડસદની છે. કુડસદ ગામે આવેલા એક સુપર સ્ટોરના ગલ્લામાંથી 50,000 રૂપિયા કરતાં વધારે રકમની ધોળે દિવસે ચોરી થઈ. જોકે, ચોરી કોઈ આક્રમક અંદાજમાં નહીં પરંતુ હાથ સફાઈની જેમ થઈ છે.
મળતી માહિતી મુજબ, કુડસદ ગામમાં ઉમિયા કોમ્પેલક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષમાં દેવનારાયલણ સુપર સ્ટોર નામનો એક સ્ટોર દુકાનદાર ચલાવે છે. જોકે, પ્રાથમિક વિગતો મુજબ આ સ્ટોરમાંથી જ રોકડની ચોરીની ઘટના સામે આવી છે. દુકાનદાર થોડીવાર માટે પાછળના ભાગમાં ગયા હતા. ત્યારબાદ ત્યાંથી પરત આવીને તેમણે ગલ્લો ખોલ્યો તો અંદરથી મોટી રકમ ગાયબ થઇ ગઈ હતી. સદ્દનસીબે સ્ટોરના આગળના ભાગને સીસીટીવી લગાવેલો હતો. જે આજકાલના નિયમ મુજબ ફરજિયાત છે. આ દરમિયાન, માલિક દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સીસીટીવી વીડિયોમાં જેવી રીતે જોવા મળે છે એવી રીતે પીળા કલરના શૂઝ, સફેદ કલરનું ફન્કી ટી-શર્ટ અને જીન્સ પહેરેલો સાવ ટૂંકા વાળ ધરાવતો એક શખ્સ આવે છે અને ગલ્લો ખોલીને રૂપિયા લઈને ફરાર થઈ જાય છે. દુકાનદાર કીમ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્ટોર પર આવી અને આ ઘટનાની વિગતો મેળવી હતી. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદના આધારે ગઠિયાની ભાળ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.