હવે કોઈ દિવસ ગાડીમાં પંચર નહિ પડે- બસ માત્ર કરો આ કામ

વાહનચાલકોની માટે ડ્રાઇવિંગ વખતે સૌથી મોટી ચિંતા તો એ હોય છે, કે ક્યાંક ટાયરમાં પંક્ચર ન પડી જાય. ખાસ કરીને તો ટૂ-વ્હીલર વાહનચાલકોની માટે આ મોટી સમસ્યા બની જાય છે. પણ, ટાયર બનાવતી ફેમસ કાર કંપની ‘CEAT’ એ ઇન્ડિયન માર્કેટમાં પંક્ચર સેફ ટાયર્સ પણ લોન્ચ કર્યાં છે. આ ટાયર્સ દરેક બાઇક્સની સાઇઝમાં ઉપલબ્ધ છે.

કંપનીએ આ ટાયર્સને ‘પંક્ચર સેફ’ ટાયર નામ આપ્યું છે અને કંપનીનો એવો દાવો છે કે, આ ટાયરને પંક્ચર નથી થતા. એટલે, કે રાઇડર એ કોઇપણ ચિંતા વિના ટ્રાવેલ કરી શકે છે. આની ઉપરાંત, આ ટાયર્સમાં સીીલન્ટ આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી ટાયર જાતે જ પંક્ચરવાળી જગ્યાને સીલ કરી લે છે, અને ડ્રાઇવિંગને માટે તૈયાર પણ રહે છે. આ ટાયરને ખાસ કરીને સ્પેશિયલ બોક્સ પેકેજમાં આપવામાં આવે છે.

આ નવા ટ્યૂબલેસ ટાયર એ ‘CEAT[‘ની પેટન્ડેડ સીલન્ટ ટેક્નોલોજીની સાથે જ આવે છે. જો, ટાયરમાં કોઈ ખીલ્લી વગેરે લાગી જાય તો પણ આ ટેક્નોલોજી ટાયરમાંથી હવાને નીકળતી અટકાવે છે, અને રાઇડરને ક્યાંય પણ અટક્યા વગર ડ્રાઇવ કરી શકે છે. કંપનીનો એવો દાવો છે કે, આ સીલન્ટ ટેક્નોલોજી એ કુલ 2.5mm ડાયામીટર સુધીનું કાણું સરળતાથી જ ભરી શકે છે, અને ટાયરને પંક્ચર થતાં પણ અટકાવે છે.

કંપનીએ આ ટાયર્સને કુલ 7 જુદી-જુદી સાઇઝમાં લોન્ચ પણ કર્યાં છે. જે હીરોથી લઇને હોન્ડા તથા બજાજના સિલેક્ટેડ મોડેલ્સની માટે પણ ઉપલબ્ધ છે. કંપની સમયાંતરે જ તેની આ રેન્જમાં વધારો કરશે તથા પ્રયાસ પણ કરશે, કે ઘણાં મોડેલ્સની માટે આ જ પ્રકારના ટાયર્સને બનાવવામાં આવે. હાલમાં આ ટાયર્સ દેશની ઘણી સિલેક્ટેડ ડીલરશિપ પર જ વેચાણ માટે ઉપલબ્ધ છે, જેમાં કેરળ, બેંગલુરુ, મસૂર, તમિળનાડુ તથા કોઇમ્બતુર સહિતનાં શહેરો પણ સામેલ છે. જો આ ટાયર તમે ફીટ કરાવશો તો તમારે પણ કોઈ દિવસ પંચરની માથાકૂટ જ નહિ ઉભી થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *