પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પોલીસે છે અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જેમણે ઇસ્લામાબાદના અલગ-અલગ વિસ્તારો અને રેડ ઝોનમાં ભારતની કટ્ટરવાદી પાર્ટી શિવસેનાના નેતા ના સંદેશ વાળા પોસ્ટર લગાવ્યા હતા. પોલીસની જાણકારી મુજબ ઘણી જગ્યા ઉપર રેડ પાડવામાં આવી અને ત્રણ લોકોને પકડવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લા પ્રશાસન અને નગર નિગમ ને નોટિસ મોકલી ને કહ્યું કે ૨૪ કલાકની અંદર જણાવો કે પોસ્ટ કરો ને હટાવવામાં પાંચ કલાક કેમ લાગ્યા.આ બેનર એવા સમયે લગાવવામાં આવ્યા જ્યારે ભારત સરકારે ભારત શાસિત કશ્મીર ની સંવિધાનિક જાતને બદલી દીધી અને તેને વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો.
આ બેન ને ઉપર શિવસેનાના નેતા સંજય રાવત ના શબ્દો લખ્યા હતા જેમાં ઘર કહેવામાં આવ્યું હતું કે આજે જમ્મુ અને કાશ્મીર લઈ લેજો કાલે બલુચિસ્તાન લઈશું અને મને આશા છે કે પ્રધાનમંત્રી અખંડ ભારતનું સપનું પૂરું કરશે.
ત્યાંના ઇન્સ્પેક્ટર અચલ મહેમુદ એ જણાવ્યું કે આ બેનર ફક્ત તેમના વિસ્તારમાં જ નહીં પરંતુ ઘણા અન્ય વિસ્તારોમાં પણ લગાવવામાં આવ્યા છે.
સ્થાનિક પત્રકારો જ્યારે આ બેનર ના ફોટા લઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા.
હા પોલીસના જણાવ્યા મુજબ રેડ ઝોનમાં ફાઇસટાર હોટલ ઉપરાંત આસપાસની ઈમારતો ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં થયેલું રેકોર્ડિંગ મેળવવામાં આવ્યું છે તેના દ્વારા પોલીસને બેનર લગાડનાર વ્યક્તિઓની ઓળખ માં સહાયતા મળશે.
જે વિસ્તારોમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યાંથી પાકિસ્તાનની એજન્સી અને આઈએસઆઈના મુખ્યાલય વધારે દુર નથી.
પૂર્વ પોલીસ અધિકારી અકબર હયાત ના જણાવ્યા મુજબ ઇસ્લામાબાદ અને રેડ ઝોન જ્યાં ઘણા દેશોના દૂતાવાસ ઉપરાંત વિદેશ મંત્રાલય આવેલા છે ત્યાં આવા બેનરો લાગવા તે જિલ્લા પ્રશાસન પોલીસ અને અન્ય એજન્સી ઉપર સવાલ ઉભા કરે છે.
ઇસ્લામાબાદમાં બેનર લગાડવા માટે પ્રશાસનની મંજૂરી લેવી જરૂરી છે.ઇસ્લામાબાદ પ્રશાસને કહ્યું કે આવા કોઈ બેનર લગાડવાની મંજુરી અમે આપી નથી.ઇસ્લામાબાદમાં ધારા ૧૪૪ લાગુ છે જેના અંતર્ગત સરકાર વિરોધી કે ધાર્મિક આતંક ફેલાવવા વાળા બેનરો લગાડવામાં ઉપર પ્રતિબંધ છે.