મધ્યપ્રદેશમાં સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું ‘લોન માફ થઈ?’ તો જનતા એ આપ્યો કંઈક આવો જવાબ

Published on: 7:19 am, Thu, 9 May 19

મધ્યપ્રદેશના અશોકનગરમાં એક રેલીને સંબોધીત કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વાયદાઓ ફરીથી યાદ કરાવ્યા.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બુધવારે મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભામાં ચોકી ગયા જ્યારે તેમણે તેને પૂછ્યું કે ‘શું તેમની લોન માફ થઈ?’. સ્મૃતિ ઇરાની ના આ સવાલ પર ત્યાં ઉપસ્થિત લોકોએ હા માં જવાબ આપ્યો જેથી સ્મૃતિ ઇરાની થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા અને કંઈ ન બોલ્યા.

જાણવા મળે છે કે ત્યાં ઉપસ્થિત લોકો અંદાજે અડધી મિનિટ સુધી રાડો પાડતા રહ્યા, જે કારણે સ્મૃતિ રાણી પોતાનું ભાષણ રોકવા મજબૂર થઈ ગયા. આ પૂરી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોન માફી ને કારણે વિવાદ થતા રહ્યા છે. ભાજપ સતત કહી રહી છે કે રાહુલ ગાંધીએ ખેડૂતોને જે વાયદા કર્યા હતા તે પૂરા નથી કર્યા.

આના જવાબમાં કોંગ્રેસ નેતા હોય મંગળવારે શિવરાજ સિંહ ચૌહાણ ના ઘરે જઈને લોન માફી ના દસ્તાવેજ ના બંડલ બતાવ્યા હતા, જેમાં લગભગ ૨૧ લાખ ખેડૂતો ની લોન માફ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.