કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના ૧૦ થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે.આના ઉપર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સખત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.કે મોદીએ લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા, સરકાર કાયદાનું પાલન કરાવડાવે.
કેન્દ્ર સરકારના તરફથી એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.જેના અંતર્ગત જે કોઈ લોક ડાઉનલોડનું પાલન નથી કરતો તો તેના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
લોકડાઉનની સ્થિતિ પર પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, લોકડાઉનને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. કૃપા કરી પોતાની જાતને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારુ નિવેદન છે કે તેઓ નીયમ તેમજ કાયદાનું પાલન કરાવડાવે.
लॉकडाउन को अभी भी कई लोग गंभीरता से नहीं ले रहे हैं। कृपया करके अपने आप को बचाएं, अपने परिवार को बचाएं, निर्देशों का गंभीरता से पालन करें। राज्य सरकारों से मेरा अनुरोध है कि वो नियमों और कानूनों का पालन करवाएं।
— Narendra Modi (@narendramodi) March 23, 2020
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી વધી રહેલા કેસના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિત દેશના ૧૦ થી વધારે રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. પરંતુ સોમવારના સવારે જે સ્થિતિ જોવામાં આવી તેમાં ઘણી જગ્યાએ લોકો રોડ ઉપર દેખાયા. દિલ્હીના નોઈડા એક્સપ્રેસ વે પર તો સોમવારની સવારે જામ લાગી ગયો હતો, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટ સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.