મોદીએ પોતાના જ ગુજરાતને બતાવ્યો ઠેંગો: કેન્દ્ર સરકારે આ બે રાજ્યોને કરી મસમોટી સહાય, ફાળવ્યા આટલા કરોડ રૂપિયા

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અને સંક્રમણ વધુ ન ફેલાઈ તે અંગે રાજ્ય સરકાર અનેકવિધ પગલાં લઇ રહી છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારને માત્રને માત્ર 72 કરોડ રૂપિયાની જ સહાય કરી છે. જોવા જઈએ તો નાનકડા રાજ્ય આસામ કરતાં પણ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા ઓછા નાણાં મળ્યા છે. ગુજરાતની સરખામણીમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પર સરકાર ફિદા હોય તેમ વધુ નાણાકીય સહાય કરી છે.

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે વિદાય લઇ રહી છે, ત્યારે ગુજરાત સરકારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવો તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી લહેર વખતે ગુજરાતમાં એવી ગંભીર પરિસ્થિતી સર્જાઇ હતી કે, દર્દીઓને હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે ફાંફા મારવા પડયા હતાં. રેમડેસિવિર ઇન્જેકશન અને ઓક્સિજન સિલિન્ડર લેવા પણ આમતેમ દોડાદોડી કરવી પડી હતી. આ પરિસ્થિતી પર કાબૂ મેળવવા માટે પણ કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની મદદે આવી હતી.

વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારે ગુજરાત સરકારે રૂા.304.16 કરોડની નાણાંકીય સહાય કરી હતી. પણ સામે બાજુ કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને રૂા.422 કરોડની સહાય કરી હતી. જયારે આસામને રૂા.216 કરોડની સહાય કરી હતી. દિલ્હીને રૂા.787 કરોડની સહાય કરી હતી. કેરળને રૂા.573 કરોડની સહાય કરી હતી. મહારાષ્ટ્રને સૌથી વધુ રૂા.1185 કરોડની સહાય કરી હતી. રાજસ્થાનને રૂા.426 કરોડની સહાય કરી હતી અને ઉત્તર પ્રદેશ સરકારને રૂા.541 કરોડની સહાય કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે લોકસભામાં જવાબ રજૂ કર્યો છે કે, વર્ષ 2021-22માં પણ કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યોને મન મૂકીને નાણાની સહાય કરી છે.

કેન્દ્ર સરકારે ગુજરાતને રૂા.71 કરોડની સહાય અપાઈ છે. જયારે બિહારને રૂા.154 કરોડની સહાય આપવામાં આવી છે , મધ્યપ્રદેશને રૂા.131 કરોડની સહાય આપવામાં આવી છે, રાજસ્થાનને રૂા.132 કરોડની સહાય આપવામાં આવી છે, ઉત્તર પ્રદેશને રૂા.281 કરોડની સહાય આપવામાં આવી છે અને મહારાષ્ટ્ર ને રૂા.123 કરોડની સહાય આપવામાં આવી છે અને નાણાં ફાળવવામાં આવ્યા છે. ટૂંકમાં, કોરોના પર કાબૂ મેળવવા વેન્ટિલેટર સહિતના સાધનો અને દવાઓ ખરીદવા ઉપરાંતનો ખર્ચ કરવા કેન્દ્ર સરકારે ગુજરાત કરતા અન્ય રાજ્યોને વધારે સહાય કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *