સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એકવાર ફરી મર્યાદા વધારી દીધી છે અને હવે આ તમામ ડૉક્યુમેન્ટ્સ આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. જયારે અગાઉ આ ડૉક્યુમેન્ટ્સની વેલીડીટી 30 જુન સુધી જ માન્ય હતી.
ત્યારે હવે માર્ગ અને પરીવહન મંત્રાલય દ્વારા આપવામાં આદેશ મુજબ આ ડૉક્યુમેન્ટ્સની મર્યાદા 1 ફેબ્રુઆરી, 2020 સુધીમાં પૂર્ણ થઇ ગઈ હતી. ત્યારે હવે આ ડૉક્યુમેન્ટ્સની મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર 2021 સુધી કરવામાં આવી છે. લૉકડાઉનના કારણે ડૉક્યુમેન્ટ્સ રિન્યુ થઇ શક્યા નહોતા.
નાગરિકોને ટ્રાંસપોર્ટ સંબંધિત કોઇ પણ પ્રકારની સેવામાં સમસ્યા ન સર્જાય અને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે આ નિયમને તાત્કલિક પણે લાગૂ કરવામાં આવે જેથી ટ્રાંસપોર્ટ્સ અને બીજી સંસ્થાઓ આ મુશ્કેલીના સમયમાં કામ કરી રહી છે તેને કોઇ પ્રકારની સમય કે મુશ્કેલી ન ઉદભવે.
અમે તમને જણાવી દઈએ કે સરકારે કોરોનાની મહામારીને કારણે અગાઉ 6 વાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધારી હતી. જેમાં 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021 આમ કુલ 6 વાર વેલિડીટી વધારવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.