‘મારી સાથે સંબંધ નહિ રાખે તો તારા પતિને જાનથી મારી નાખીશ’ -અમદાવાદ સિવિલમાં નર્સની છેડતી

અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે માનવામાં આવે છે. ત્યારે આ સિવિલ હોસ્પિટલ અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે, ત્યારે હાલમાં ફરી એક વખત અમદાવાદની સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સની છેડતી મામલે વિવાદમાં આવી છે. ગતમોડી રાત્રે અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સના પૂર્વ મિત્રએ પીછો કરીને ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે. નર્સને મિત્રતા ન રાખે તો તેના પતિને મારી નાંખવાની ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટના બાદ યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા સમયે યુવકે એક નર્સનો પીછો કર્યો હતો. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ નર્સના બે વર્ષ પહેલા તેની જ સાથે કામ કરતા એક યુવાન સાથે મૈત્રી સબંધ હતા. જો કે બંને વચ્ચે કોઈ કારણોસર યોગ્ય મનમેળ ન આવતા યુવતીએ યુવક સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.

તેમ છતાં પણ આ યુવાન ફરિયાદી યુવતી નોકરીથી ઘરે જાય ત્યારે તેનો પીછો કરીને તેની સાથે મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જે અંગે યુવતીએ પોલીસને અરજી પણ આપી હતી. છતાં પણ આરોપી યુવાને યુવતીને હેરાન કરવાનુ છોડ્યું ન હતું. યુવક અવાર-નવાર યુવતીના એકલતાનો લાભ ઉઠાવીને તેના ઘરે પણ જતો હતો. 5મી સપ્ટેમ્બરે યુવતી જ્યારે અમદાવાદ સિવિલમાં ફરજ પર હતી તે દરમિયાન આરોપી યુવક તેનો પીછો કરતા કરતા વોર્ડ સુધી પહોંચ્યો હતો.

યુવતીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, યુવતીનો પીછો કરતા કરતા યુવક વોર્ડમાં પણ યુવતીને મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, પરંતુ જ્યારે યુવતીએ સ્પષ્ટ ઈનકાર કરી દેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્ય ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં આરોપીએ ફરિયાદી યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે મૈત્રી સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ. આ ઘટના બાદ યુવતી ડરી ગઈ હતી અને તેણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પોલીસે યુવતીની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *