સરકારી શાળામાં આવા શિક્ષક હોય તો પ્રાઇવેટ શાળાની શું જરૂર! આ વિડીયો જોઇને આખો ભીની થઇ જશે

શિક્ષક માટે તે ખૂબ જ ગર્વની ક્ષણ છે, જ્યારે વિદ્યાર્થી લાગણીશીલ બની જાય છે અને જ્યારે તે વિદાય લે છે ત્યારે તેને ગળે લગાવી લે. કેટલાક વિદ્યાર્થીઓ તેમના શિક્ષકને તેમના માતાપિતા કરતાં વધુ માને છે. એવા શિક્ષકો પણ ઘણા ઓછા છે જેઓ આખી શાળાના બાળકોને પસંદ આવે છે. કેટલીકવાર આવી સ્થિતિ આવે છે જ્યારે શિક્ષકે શાળા છોડીને બીજે ક્યાંક જવું પડે છે. જો બાળકોને શિક્ષક પસંદ ન હોય તો કોઈને વાંધો નહીં હોય, પરંતુ જો તે શિક્ષક દરેકના પ્રિય હોય તો ચંદૌલી (Chandauli) ની આ શાળા જેવો માહોલ બની જાય છે, આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

જી હા, ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં આવેલી એક સરકારી શાળામાં એક એવો નજારો જોવા મળ્યો, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. શાળામાં ભણતા મોટાભાગના બાળકો આ શિક્ષકના હૃદયની ખૂબ જ નજીક હતા, પરંતુ શિક્ષકની બદલી થતાં જ બધા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ચંદૌલી જિલ્લાની કમ્પોઝિટ સ્કૂલમાં જ્યારે શિક્ષક શાળા છોડી રહ્યા હતા ત્યારે તમામ બાળકો તેમની પાસે આવ્યા અને રડવા લાગ્યા. તેનો રડતો અવાજ સાંભળીને તમારું હૃદય પણ પીગળી જશે. વિદાય સમારંભ દરમિયાન, બાળકો શિક્ષકને ઘેરી વળ્યા અને છાતી સાથે વળગીને રડ્યા કે જાણે તેઓ શિક્ષકને ફરી ક્યારેય નહિ જોવે. શિક્ષક વારંવાર વિદ્યાર્થીઓને એક જ વાત કહી રહ્યા છે કે, તમે તમારું બેસ્ટ આપો હું તમને મળવા ચોક્કસ આવીશ.

મળતી માહિતી મુજબ શિવેન્દ્ર સિંહ બઘેલ નામના શિક્ષકની ચાર વર્ષ સુધી સ્કૂલમાં ભણાવ્યા બાદ બદલી થઈ ગઈ. અહીં તેમનો કાર્યકાળ માત્ર 7 સપ્ટેમ્બર 2018 થી 12 જુલાઈ 2022 સુધી હતો. હવે તેની બદલી શહેરની બીજી શાળામાં થઈ ગઈ. બહાર નીકળતી વખતે બાળકો છાતી સાથે વળગીને રડવા લાગ્યા, તેઓ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા. બધાને સમજાવવાનું શરૂ કર્યું કે ‘તમે ખુબ સારો અભ્યાસ કરજો’.

આ શિક્ષકે પણ વિદ્યાર્થીઓને પોતાના સમજી ભણાવતા હતા. જે વિદ્યાર્થીઓ તેમના માતા પિતાનું નહોતા માનતા તેવા બાળકો આ શિક્ષકની વાત ક્યારેય નકારતા નહોતા. પરિણામે બાળકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. આ પરિણામ છે કે વિદાયમાં સૌ ભાવુક બની ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *