Reaction of Pakistani man on Chandrayaan: પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમને ભારતના ચંદ્રયાન-3ની સફળતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો તે હસીને જવાબ આપે છે અને પોતાના દેશની ખામીઓ ગણવા લાગે છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનના લોકો પહેલાથી જ ચંદ્ર પર રહે છે, તેમને ન તો વીજળી મળે છે અને ન પાણી. તેમણે કહ્યું કે, ભારત પૈસાનું રોકાણ કરીને જઈ રહ્યું છે, અમે ચંદ્ર પર છીએ.
વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ કહે છે, ‘તે પૈસા મૂકીને જઈ રહ્યો છે ને? આપણે પહેલેથી જ ચંદ્ર પર જીવીએ છીએ. તમને ખબર નથી?’ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, ‘ના. આપણે ચંદ્ર પર જીવતા નથી. તેના પર તે વ્યક્તિ કહે છે, ‘ચંદ્ર પર પાણી નથી.. અહીં પણ નથી. ત્યાં ગેસ છે? અહીં પણ નથી. વીજળી છે? અહીં પણ જુઓ અહીં પણ લાઈટ નથી.
Meanwhile, the Sense of Humor of Pakistani People are always top class. This on Chandrayaan pic.twitter.com/Y127YPeyIv
— Joy (@Joydas) August 23, 2023
ભારતે રચ્યો ઈતિહાસ
તમને જણાવી દઈએ કે, ભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ સફળતા સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. તે ચંદ્રના આ ક્ષેત્રમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જ્યારે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન આ સ્થાન હાંસલ કરી ચૂક્યા છે. પરંતુ તેમનું કાર્ય વિષુવવૃત્તીય પ્રદેશ પૂરતું મર્યાદિત હતું. દુનિયાભરના દેશો ભારતને અભિનંદન આપી રહ્યા છે. સ્પેસ એજન્સી ઈસરોની મહેનતના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.
વિક્રમ લેન્ડરનું આ સોફ્ટ લેન્ડિંગ એટલું સરળ નહોતું. લેન્ડર ચંદ્રની સપાટી પર દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેઠું છે. આ પહેલા ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. જેના કારણે મિશનમાં સફળતા ન મળી શકી. આ કારણોસર, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તે ચંદ્રની સપાટી પર આરામથી બેસી શકે. હવે તે કર્ણાટકના બેંગલુરુ સ્થિત કમાન્ડ સેન્ટર સાથે સંપર્ક કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube