આધાર કાર્ડ માં સરનામું બદલવાના નિયમોમાં કરવામાં આવ્યો ફેરફાર, હવે આ રીતે બદલી શકશો…

જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગતા હોય તો આ તમારા માટે કામના સમાચાર છે.UIDAI એ આધાર માં એડ્રેસ અપડેટ કરવાના નિયમોમાં છુટછાટ આપી…

જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગતા હોય તો આ તમારા માટે કામના સમાચાર છે.UIDAI એ આધાર માં એડ્રેસ અપડેટ કરવાના નિયમોમાં છુટછાટ આપી હતી પરંતુ હવે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ એડ્રેસ પ્રુફ વગર પણ એડ્રેસ બદલી શકાતું હતું પરંતુ હવે એડ્રેસ પ્રૂફ વગર અપડેટ કરવામાં આવશે નહીં.

UIDAI એ તાજેતરમાં એક ટ્વિટમાં આ માહિતી આપી છે. આ મુજબ હવે પુરાવા વગર આધારમાં સરનામું બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. તેથી સરનામું બદલતા પહેલાં તમારે સરનામાના પુરાવા તરીકે પૂર્વ નિર્ધારિત દસ્તાવેજો બતાવવા પડશે.

સૌપ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને ત્યારબાદ Proceed To Update Aadhaar પર ક્લિક કરો. આ પછી 12 અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી સુરક્ષા અથવા કેપ્ચા કોડ કાળજીપૂર્વક દાખલ કરો.

આ પછી ઓટીપી મોકલો પર ક્લિક કરો અને પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. રજીસ્ટર મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ આ પછી તમારે લોગીન પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમે આધાર કાર્ડ ની વિગત જોશો. ત્યારબાદ એડ્રેસ પ્રૂફ માટે નક્કી કરાયેલા 32 દસ્તાવેજો માંથી કોઈપણ એક પસંદ કરો અને તેની સ્કેન કોપી અપલોડ કરો અને સબમિટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *