ગરમીના સમયમાં તમારા AC માં કરો આ ફેરફારો, જેથી તમારું લાઈટ બિલ આવશે નહિવત.

Published on: 7:08 am, Mon, 29 April 19

હજુ ઉનાળાની શરૂઆત જ થઇ છે તેમ છતાં ગરમીનો પારો ઉંચો છે. ગરમીની મોસમમાં હાલ બેહાલ થતાં હોય ત્યારે ઠંડક મેળવવા માટે એસીથી સારો વિકલ્પ બીજો શું હોઇ શકે. તેવામાં જ્યારે એસી ચલાવવાની વાત આવે તો સાથે જ બિલની ચિંતા પણ થતી જ હોય છે. તો ચાલો તમારી આ પરેશાનીને દૂર કરતાં અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેની મદદથી તમે એસી પણ ચાલુ રાખી શકશો અને વીજળી પણ બચાવી શકશો.

તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખો:

ઘણાં એવા દેશ છે જ્યાં વીજળીની બચત માટે એસીનું તાપમાન 24થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવાનો નિયમ છે. તમે પણ એસીને 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરીને રાખો જેથી વીજળી બચાવી શકાય. હકીકતમાં એસીમાં જે થર્મોસ્ટ લાગેલુ હોય છે તે પહેલા રૂમના તાપમાનને ચેક કરે છે અને જ્યારે તાપમાન એક લેવલ પર પહોંચી જાય છે તો તે કંપ્રેસર બંધ કરી દે છે. શર્મોસ્ટ ત્યારે જ કામ કરે છે જ્યારે તાપમાન ઓછુ હોય છે. તેવામાં વીજળી વધુ વપરાશે. તેથી એસીનું તાપમાન 24 ડિગ્રી પર સેટ રાખો.

ACની સફાઇ:

આ વાતનું પણ ધ્યાન રાખો કે એસીનુ ફિલ્ટર એકદમ સાફ હોય અને તેમાં કોઇ ગંદકી ન હોય. કારણ કે આવી સ્થિતિમાં હવાને ફિલ્ટર થઇને અંદર આવવા અને બહાર જવા માટે ઘણું જોર લગાવવુ પડે છે જેમાં વીજળીનો વધુ વપરાશ થાય છે.

ACના આઉટડોર યુનિટનું ફિટિંગ:

એસીના આઉટડોર યુનિટને એવી જગ્યાએ ફિટ કરો જ્યાં તેના પર સૂરજના સીધા કિરણો ન પડતાં હોય. તેનાથી તમે વીજળી બચાવી શકશો. આ ઉપરાંત જો તમારી પાસે જૂનુ એસી હોય તો તેમાં વીજળીનો વધુ વપરાશ થાય છે, તો તેને બદલી લેવુ જોઇએ. વધુ જૂનુ એસી વીજળીનો વધુ વપરાશ કરે છે અને તેને મેન્ટેન કરવુ પડે છે.

એનર્જી સેવર બટન:

એસીમાં એનર્જી સેવર બટન પણ આવે છે. જ્યારે રૂમ ઠંડો થઇ જાય ત્યારે તમે તે બટન દબાવી દો. તેનાથી એસી વીજળીનો વધુ વપરાશ નહી કરે અને વધુ સેવિંગ થશે.

એસી સાથે પંખો:

એસી દ્વારા વીજળી બચાવવી હોય તો સાથે પંખો પણ ચાલુ રાખો કારણ કે પંખો આખા રૂમમાં ઠંડી હવાને રેગ્યુલેટ કરશે અને એસી પર ઓછુ ભારણ આવશે. પરંતુ જો તમે કોઇ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર રહેતા હોય જ્યાં સૂરજની સીધી કિરણો આવતી હોય તો એસી સાથે પંખો બિલકુલ ન ચલાવો.

બહારના તાપમાન પ્રમાણે સેટ કરો એસીનું તાપમાન:

જો બહારનું તાપમાન તૈયાર હોય તો સીનું તાપમાન નીચુ ન રાખો. તેને 24 ડિગ્રી પર જ સેટ રાખો. તેનાથી વીજળીનો ઓછા ખર્ચ થશે. એસી માટે 24થી 25 ડિગ્રી સેલ્સિયસને એક આદર્શ તાપમાન માનવામાં આવે છે.