Chhattisgarh Accident: હાલમાં જ એક કાળજું કંપાવી દે તેવી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો છતીસગઢ (Chhattisgarh)માં બુધવારે એટલે કે ગઈકાલના રોજ રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીંના બાલોદ (Balod)માં બોલેરો કાર ટ્રક (Bolero truck accident) સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત (11 people died) થયા હતા. જેમાંથી 10 લોકો તો એક જ પરિવારના હતા. મૃત્યુ પામેલાઓમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
લગ્નમાં જઈ રહેલા લોકોને નડ્યો અકસ્માત:
કાંકેર નેશનલ હાઈવે પર જગતરા પાસે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નમાં હાજરી આપવા માટે બોલેરોમાં સવાર પરિવાર ધમતરીના સોરમ ગામથી મારકટોલા જઈ રહ્યો હતો. આ દરમીયાન દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
એક સાથે 11 લોકોને ભરખી ગયો કાળ:
પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવતા કહ્યું કે, આ ઘટના બુધવારના રોજ રાત્રે બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા માટે મારકટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકે હોસ્પિટલમાં જતી વખતે જીવ ગુમાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, હમણાં જ જાણ કરવામાં આવી છે કે બાલોદના પુરુર અને ચારમા વચ્ચે બાલોદગાહાન નજીક લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચેની અથડામણમાં 11 લોકોના મોત થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે. હું ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના નામ:
કેશવ સાહુ (34), ડોમેશ ધ્રુવ (19), તોમિન સાહુ (33), સંધ્યા સાહુ (24), રામા સાહુ (20), શૈલેન્દ્ર સાહુ (22), લક્ષ્મી સાહુ (45), ધરમરાજ સાહુ (55), ઉષા સાહુ (52), યોગાંશ સાહુ (3), ઇશાન સાહુ દોઢ વર્ષ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.