છત્તીસગઢ(Chhattisgarh)ના રાયપુર(Raipur)ના સિલ્તારા(Siltara)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હકીકતમાં, એક ફેક્ટરીમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું(Tire burst) હતું. આ અકસ્માતમાં ત્યાં હાજર બે કર્મચારીઓના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના 3 મેના રોજ થઈ હતી. ખરેખર, એક કર્મચારી જેસીબીનું ટાયર કાઢીને ફેક્ટરીમાં હવા ભરી રહ્યો હતો.
View this post on Instagram
હવા ભરતી વખતે તે સતત ટાયર પર બેસીને હવા તપાસવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે અચાનક ટાયર ફાટ્યું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટાયર પાસેના બંને કામદારો હવામાં ઉછળી પડ્યા હતા. જાણે કે ફૂટબોલના દડાની જેમ જ ઉલળી ગયા હતા. તે જ સમયે ટાયર પણ હવામાં ઉછળ્યું હતું.
આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફેક્ટરીમાં એક JCB ઊભું છે. કેટલાક કર્મચારીઓ પણ ત્યાં હાજર છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મજૂર ટાયરમાં હવા ભરી રહ્યો છે. ત્યાં નજીકમાં ઊભેલા બે કર્મચારીઓ વાત કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક પણ આવીને હવા ભરી રહેલા કર્મચારી પાસે ઉભો રહે છે અને પછી વિસ્ફોટ સાથે ટાયર ફાટે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો મધ્યપ્રદેશના રીવાના રહેવાસી હતા. મૃતકોના નામ રાજપાલ સિંહ 32 વર્ષ અને પ્રાંજન નામદેવ 32 વર્ષ છે. આ ઘટના સિલ્તારા ચોકી વિસ્તારમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.