છત્તીસગઢ(Chhattisgarh)ના બસ્તર(Bastar) વિભાગના કોંડાગાંવ(Kondagaon)માં એક અનોખા લગ્ન આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. અહીં, એક વરરાજા એક સાથે મંડપમાં બે યુવતીઓ સાથે ફેરા ફરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ લગ્ન માટે બંને છોકરીઓની સંમતિ હતી. અહીં સમગ્ર મામલો કેશકલ વિધાનસભા હેઠળના ઈરાગાંવ વિસ્તારના ઉમલા ગામનો છે. અહીં વરરાજા લગ્ન પહેલા બે બાળકોનો પિતા અને બે દુલ્હનનો પતિ પણ બની ગયો છે. આ લગ્ન માટે છપાયેલા કાર્ડમાં બંને દુલ્હનના નામ પણ છે.
વાસ્તવમાં, ઇરાગાંવ પોલીસ સ્ટેશન હેઠળના ગામ ઉમલાના રહેવાસી રાજન સિંહના પિતા સુખરામ સલામે પહેલા અડેંગા ગામની રહેવાસી દુર્ગેશ્વરી મરકામને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, સમાજની વચ્ચે જ સગાઈ થઈ હતી. ત્યારથી છોકરી છોકરાના ઘરે રહેવા લાગી. થોડા મહિના પછી એક બાળકનો પણ જન્મ થયો. આ દરમિયાન રાજન સિંહ પણ આંવરી નિવાસી સન્નો બાઈ ગોટાના પ્રેમમાં પડ્યો હતો.
સન્નો અને રાજન સિંહનો પ્રેમ એટલો વધી ગયો કે એક બાળકનો પણ જન્મ થયો. યુવતીઓ સાથેના પ્રેમસંબંધને કારણે બંનેને લગ્ન કર્યા વિના સંતાન થયું હતું. આ મામલાની જાણકારી મળતા જ લોકોમાં અલગ અલગ પ્રકારની વાતો થવા લાગી હતી. આ પછી રાજન સિંહે પરિવાર અને સમાજની સંમતિ વચ્ચે બંનેના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ રીતે લગ્નના બંધનમાં બંધાયા:
બસ્તર સર્વ આદિવાસી સમાજના ઉપાધ્યક્ષ સોનુરામ માંડવીએ જણાવ્યું કે, સમાજ અને પરિવારની સંમતિ બાદ લગ્નનું કાર્ડ છપાવવામાં આવ્યું હતું અને બંને યુવતીઓના નામ લખવામાં આવ્યા હતા. આ પછી 8 જૂને લગ્ન રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં ઉમલા ગામ સહિત 500 થી 600 લોકો લગ્નમાં આશિર્વાદ આપવા આવી પહોચ્યા હતા. આ લગ્નની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે. આ લગ્ન આદિવાસી પરંપરા મુજબ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.